તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:આખરે અંજાર-વરસાણા રસ્તાનું રિસર્ફેસિંગનું હંગામી કામ શરૂ કરાયું

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અંજારથી વરસાણાનો 22 કિ.મી.ના માર્ગની ખસ્તા હાલત વિશે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થયાના થોડા દિવસોમાં જ તંત્રે વર્ષોની પ્રતિક્ષા પછી રિસર્ફેસિંગનું કામ શરૂ કરતા રાહતની લાગણી ફેલાઇ છે. અંજારથી વરસાણા વાળા માર્ગને રાષ્ટ્રીય ધોરી માર્ગ જાહેર કરાયો તે પહેલાં અંદાજિત 7 વર્ષ પૂર્વે ફોર લેન જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ તંત્રની મિલીભગત અને જમીન સંપાદનના કામમાં ઢીલ રાખવાના કારણે આજ દી’ સુધી આ માર્ગ ફોર લેન બની શક્યો નથી. જેથી અનેક વખત ધરણા, રસ્તા રોકો આંદોલન, આવેદનો વગેરેનો સહારો લેવામાં આવ્યો હતો. જેના કારણે તંત્રએ રૂ. 20 લાખના ખર્ચે માર્ગ પર ખાડાઓ પુર્યા હતા.

પરંતુ આ કામ પણ એટલી નબળી ગુણવત્તાનું કરવામાં આવ્યું હતું કે, માત્ર થોડા દિવસોમાં ફરી હતા તેનાથી પણ વધુ માર્ગ પર ખાડા પડી ગયા હતા. જેથી રોજબરોજ હજારો વાહન ચાલકો અને રાહદારીઓને પારાવાર નુકશાની વેઠવી પડી રહી હતી. તે પછી પણ તંત્રે રૂ. 12 કરોડના ખર્ચે 22 કિલો મીટરના માર્ગને રિસરફેસિંગ કરવા માટે જે તે એજન્સીને વર્ક ઓર્ડર આપ્યો હતો પરંતુ કોઈપણ કારણોસર આ માર્ગનું કામ શરૂ કરવામાં આવતું ન હતું. જે અનુસંધાને દિવ્ય ભાસ્કર દ્વારા તા. 8/6ના વિગતવાર અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર સફાળું જાગ્યું હતું. અંતે 4 દિવસ પૂર્વે આ માર્ગનું રિસર્ફેસિંગ કામ શરૂ કરાયું છે. જે 15 દિવસ જેટલું ચાલશે તેવું જાણવા મળે છે.

અંજાર શહેર સહિત 5 ગામોને લાભ મળશે, 70થી વધુ ઔધોગિક એકમોને રાહત થશે
અંજારથી વરસાણાને જોડતા માર્ગ પર અંજાર શહેર ઉપરાંત વરસામેડી, અજાપર, મોડવદર, ભીમાસર (ચ) અને વરસાણા ગામ આવે છે. આ માર્ગનું રિસરફેસિંગ થતા આ તમામ લોકોને તો લાભ થશે જ સાથે જે જે લોકો આ માર્ગનો ઉપયોગ કરે છે તે તમામ લોકોને લાભ મળશે. એક માહિતી મુજબ આ માર્ગ પર 70થી વધી ઔધોગિક વસાહતો છે. જેથી આ માર્ગ પર ખાડા ન હોવાના કારણે તે તમામ એકમોને રાહત મળશે.

ફરી નબળી ગુણવત્તાનું કામ ન થાય તે જોજો
તંત્રની મિલીભગતના કારણે અંજારથી વરસાણા જતો માર્ગ 7 વર્ષથી પણ વધુ સમય થઈ ગયો હોવા છતાં ફોર લેન થઈ શક્યો નથી, વળી અગાઉ પણ રિસરફેસિંગ કરવામાં આવ્યો હોવા છતાં થોડા જ દિવસોમાં રોડની ખસ્તા હાલત થઈ ગઈ હતી. જેથી ફરીથી આ માર્ગનું રિસરફેસિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે. જેથી આ કામમાં જેટલી તંત્રની જવાબદારી સીધે તેટલી નાગરિકોની જવાબદારી હોવાનું ધ્યાન રાખી સ્થાનિકો ખીદ આ કામમાં ભ્રષ્ટાચાર ન થાય તેનું ધ્યાન રાખી સબળી ગુણવત્તાનું કામ થાય તે માટે જાગૃત રહે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...