સમસ્યા:લોકોને કહ્યું તમારી સમસ્યા કહો, હલ ન થાય ત્યાં સુધી લડત કરશું

અંજારએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અંજારમાં કોંગ્રેસના નવનિયુક્ત શહેર પ્રમુખે વોટ્સએપ નંબર જાહેર કર્યા
  • રહેમત નગર અને વીર ભગતસિંહ નગરની સમસ્યાઓનું હંગામી સમાધાન પણ કર્યું

અંજાર નગરપાલિકામાં એકહથ્થુ શાસન ચલાવનાર સત્તાપક્ષથી લોકો કંટાળી ગયા છે. વારંવાર ફરિયાદો કરવામાં આવતી હોવા છતાં લોકોના કામો નથી થતા તેવામાં વિપક્ષ પણ નબળું પડતું હોવાથી લોકોની પરેશાનીમાં વધારો થઈ રહ્યો હતો. ત્યારે અંજાર શહેર કોંગ્રેસના પ્રમુખ પદે નવનિયુક્ત યુવા નેતા દ્વારા શહેરીજનો માટે એક વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં લોકોની સમસ્યાનું જ્યાં સુધી સમાધાન નહિ થાય ત્યાં સુધી લડત ચલાવવામાં આવશે તેવી વાત પણ કરવામાં આવી છે.

થોડા દિવસો પહેલા જ લાંબા સમયથી કોંગ્રેસમાં અંજાર શહેર પ્રમુખની ખાલી પડેલી જગ્યા પર શહેરના યુવા નેતા રાજેન્દ્રસિંહ ટી. જાડેજાની નિયુક્તિ કરવામાં આવી છે. આ નેતાની શહેર પ્રમુખ પદે નિયુક્તિ થવાની સાથે જ તેમણે 9979344065 નંબર વાળો એક વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. જે નંબર પર અંજાર શહેરના લોકોને અગર કોઈ પરેશાની હોય, વારંવાર ફરિયાદો છતાં તંત્ર કામ ન કરતું હોય તો ફરિયાદ કરવામાં આવ્યેથી અંગત રસ લઈ તંત્રોના કાન મરડવામાં આવશે અને જ્યાં સુધી સમસ્યાનું સમાધાન ન થાય ત્યાં સુધી લડત ચલાવવામાં આવશે તેવો વચન પણ આપવામાં આવ્યો છે. જે સંદર્ભે રહેમત નગર, વીર ભગતસિંહ નગર, પ્રજાપતિ છાત્રાલય, નવાનગર, વોર્ડ નં.9માં આવેલ મઢી પાછળનો વિસ્તાર વગેરે જેવા વિસ્તારોમાં ગટરની સમસ્યા, પાણી ભરાઈ જવુ વગેરે જેવી સમસ્યાનો પાલિકા કચેરીએ રજુઆત કરી શહેર કોંગ્રેસની ટીમના દેખરેખ હેઠળ કામગીરી સંપન્ન કરાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...