અંજારના વીર ભગતસિંહ નગરમાં વરસાદી પાણી ઘરમાં ભરાઈ જતા હોવાથી લોકોએ અને સ્થાનિક પ્રતિનિધિઓએ તંત્રની મદદ માંગી હતી. જે બાબતે તંત્ર દ્વારા મોડી રાત સુધી સર્વે કરી વરસાદી પાણીના વહેણ પર કરવામાં આવેલા દબાણો શોધી કાઢવામાં આવ્યા હતા. જેથી ફરિયાદ મળતાની સાથે જ બીજા દિવસે સવારે તંત્ર વરસાદી પાણીના વહેણને ખુલ્લો કરવા પહોંચી ગયા હતા. પરંતુ જેસીબી મારફતે ખાડા કરી પાણીનો વહેણ ખુલ્લો કરી દબાણ હટાયા વગર જ ત્યાંથી જતા રહ્યા હતા. જેથી આજે ફરી લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. જેથી ફરી આજે તંત્ર દ્વારા કામગીરી આરંભી 3 જેટલા મકાનોની દીવાલો જે વરસાદી પાણીના વહેણને નડતી હતી તેને તોડી પાડવામાં આવી હતી.
અંજારના નાયબ કલેકટર ડો. વી.કે. જોશી, મામલતદાર એ.બી. મંડોરી દ્વારા પોલીસ અને નગરપાલિકાને સાથે રાખી આ કામગીરી કરવામાં આવી હતી. જે બાદ વરસાદી પાણીનો વહેણ ખુલ્લો થઈ જતા વીર ભગતસિંહ નગર માંથી પાણીનો પ્રવાહ ઓછો થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.