તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોડની ગુણવત્તા ખુબ જ નબળી:અંજારમાં રાતોરાત ડામર રોડ બની જતા આશ્ચર્ય ફેલાયું

અંજાર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવે પછીના વરસાદમાં જ કામગીરી પાધરી પડવાની આશંકા

અંજારમાં રાતોરાત દમરો રોડ બની જતા લોકોમાં આશ્ચર્ય ફેલાયુ છે, માત્ર એક જ રાતમાં ડામર પથરી બનાવવામાં આવેલો રોડ માત્ર એક વરસાદી ઝાપટામાં ઉખડી જશે તેવી પણ લોકોમાં ચર્ચાઓ ઉઠી છે. આ અંગે મળતી માહિતી મુજબ હાલે અંજારમાં ગાયત્રી ચાર રસ્તા, વરસામેડી ઓક્ટ્રોચોકીથી એકતા નગર ઉપરાંત ચાંદ્રાણીથી અંજાર સુધીનો માર્ગ બની રહ્યો છે. જે અંતર્ગત ગાયત્રી ચાર રસ્તા અને વરસામેડી ઓક્ટ્રોચોકીથી એકતા નગર સુધીનો બનાવવામાં આવી રહેલા માર્ગ પર માત્ર રાત્રે જ કામ કરાતું હોવાથી અને નબળી ગુણવત્તા યુક્ત હોવાના અગાઉ આક્ષેપો ઉઠી ચુક્યા છે, તેવામાં અંજારની ભુજ ઓક્ટ્રોચોકીથી ગુલાબમિલ થરફ જતા માર્ગ પર રાતોરાત માત્ર એક જ ડામરની લેર પાથરી દેવામાં આવતા લોકોમાં આશ્ચર્ય ફેલાયો છે.

સામાન્ય રીતે માર્ગ બનાવવાના કામમાં ઘણો સમય નીકળી જતો હોય છે પરંતુ ભુજ ઓક્ટ્રોચોકી પાસે બનાવવામાં આવેલો માર્ગ માત્ર એક રાતમાં જ બની જતા અનેક આક્ષેપો ઉઠ્યા છે અને નબળી ગુણવત્તા વાળો માર્ગ બનાવવામાં આવ્યો હોવાથી વરસાદના માત્ર એક જ ઝાપટામાં સમગ્ર માર્ગ ઉખડી જશે તેવા પણ આક્ષેપો ઉઠ્યા છે. ત્યારે સાઇટ પર માત્ર વિઝીટ કરતા અધિકારીઓ આ બાબતે આકરા પગલાં લે તેવી પણ માંગ ઉઠી છે. રાતોરાત માર્ગ બની જતાં અંજાર પાલિકાની કામગીરી સામે શહેરીજનો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...