તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંજાર વિસ્તારમાં એક સાથે 3 અપમૃત્યુના બનાવો સામે આવ્યા હતા. જેમાં વિડી ગામે 16 વર્ષીય સગીરાએ પાકમાં છાંટવાની દવા પી આપઘાત કરી લીધો હતો, તો દેવળીયા ગામે 15 વર્ષની તરૂણીએ ગળે ફાસો ખાઈ લીધો હતો. તો બીજો તરફ ભુવડ ગામ પાસેથી કોહવાયેલી હાલતમાં 35 વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.
અંજાર તાલુકાના વિડી ગામે રહેતી 16 વર્ષીય કાજલ કમલેશભાઈ ઠાકોરે કોઈ અગમ્ય કારણોસર પાકમાં છાંટવાની દવા પી લેતા તેને અંજારની ખાનગી હોસ્પિટલ ખાયે ખસેડવામાં આવી હતી. જેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. તેવી જ રીતે અંજાર તાલુકાના દેવળીયા ગામે રહેતી 15 વર્ષીય ચંદ્રિકા કાનજીભાઈ રવજીભાઈ દાફડાએ પોતાના ઘરના રસોડાની આડીમાં કોઈ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ આયખું ટૂંકાવી લીધું હતું.
બીજી તરફ પોલીસને ભુવડ ગામ પાસેથી 2-3 દિવસ પહેલા મૃત્યુ પામેલા યુવાનનું કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેની તપાસ કરતા ઓળખરૂપે મરણજનારના ખિસ્સા માંથી આધારકાર્ડ મળી આવ્યો હતો. જેમાં અજમેરનો રહેવાસી અને 35 વર્ષીય કરણસિંગ શ્રાવણસિંગ રાવત હોવાનું માલુમ પડ્યું હતું. આ ત્રણેય કિસ્સામાં પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.