સ્થાનિકો પરેશાન:સુગારીયા ફાટક બન્યું ફરી અવરોધક, કલાકો સુધી વાહન ચાલકો અટવાયા

અંજાર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • RPFની જવાબદારી છતાં અંજાર પોલીસને દોડે છે, રેલ્વેની ઢીલી નીતિથી સ્થાનિકો પરેશાન

અંજાર તાલુકાના સુગારીયા ગામ રેલ્વે ફાટક પર અવાર-નવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે, છતાં રેલ્વેની ઢીલી નીતિઓના કારણે લોકોને પરેશાન થવું પડી રહ્યું છે, ત્યારે માર્ગનું વિકાસકામ અને સાંકડા ફાટકે ફરી ટ્રાફિક અવરોધ્યો હતો અને કલાકો સુધી વાહન ચાલકોને લાંબા જામમાં ફસાઈ પરેશાન થવાનો વારો આવ્યો હતો.આ અંગે મળતી માહિતી મુજબ અંજારથી ભુજ જતા માર્ગ પર આવતો સુગારીયા પાટિયા પાસેનું રેલ્વે ફાટક સાંકડુ હોવા ઉપરાંત અહી માર્ગનો વિકાસકામ પણ ચાલી રહ્યો હતો.

જેના કારણે લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. રેલ્વેની હદમાં થતી તમામ કામગીરી અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની જવાબદારી આર.પી.એફ.ની હોય છે. પરંતુ રેલ્વે પ્રસાસન દ્વારા આ બાબતને ક્યારેય ગંભીરતાથી લેવામાં નથી આવી, જેના કારણે આ ધોરીમાર્ગ પર અવાર-નવાર લાંબો ટ્રાફિકજામ સર્જાતો હોય છે. જે મુજબ શુક્રવારની સવારે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી.

પરંતુ આર.પી.એફ.એ પોતાની જવાબદારી ન સંભાળતા આખરે અંજાર પોલીસને આ સમસ્યા માટે દોડવું પડ્યું હતું. આ અગાઉ પણ અનેક વખત લાંબો અને કલાકો સુધીનો ટ્રાફિકજામ આ ફાટક પર સર્જાઈ ચુક્યો છે. પરંતુ ફાટક પર મારવામાં આવેલા સેફટી ગાર્ડ દોઢ ફૂટ જેટલા વધુ હોવા છતાં તેને કાપવામાં નથી આવ્યા, જેના કારણે જ આ ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ રહી છે.

માર્ગનો વિકાસકામ ચાલતો હોવા છતાં ટ્રાફિક નિયમનની કોઈ વ્યવસ્થા ન કરાઈ
આ અંગે મળતી માહિતી મુજબ રતનાલથી સુગારીયા ફાટક વાળા માર્ગ પર વિકાસકામ થઇ રહ્યું છે. જે ટ્રાફિક સમસ્યા સર્જાવા પાછળનો બીજો કારણ છે. આ માર્ગ પર અવાર નવાર ટ્રાફિકજામ થતો હોવા છતાં પણ ટ્રાફિક નિયમન થઇ શકે તે માટે જે તે ઠેકેદાર દ્વારા કોઈ જ કાર્વાહી નથી કરાઈ કે તંત્રને જાણ પણ નથી કરાઈ જેના કારણે સમસ્યા વધુ વકરી હતી.

અન્ય સમાચારો પણ છે...