રજુઆત:કચ્છના ગામોગામ નંદિશાળા ખુલે તે માટે સરકાર પાસે રજુઆત કરાશે

અંજાર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રીય ગૌ સેવા આયોગના અધ્યક્ષે અંજારની નંદિશાળાની મુલાકાત કરી

કેન્દ્રીય ગૌ સેવા આયોગના અધ્યક્ષે અંજારની નંદિશાળાની મુલાકાત કરી હતી. નંદિશાળાની કામગીરીથી તેઓ પ્રભાવિત થયા હતા અને ગામોગામ નંદિશાળા બને તે માટે સરકાર સમક્ષ રજૂઆત કરશે તેવી વાત પણ કરી હતી. કેન્દ્રીય ગૌ સેવા આયોગના અધ્યક્ષ ડો. વલ્લભ કથારીયા અંજારમાં મહંત ત્રિકમદાસજી મહારાજ સંચાલિત ગોવર્ધન નંદિશાળાની મુલાકાતે આવ્યા હતા. તેમણે નંદિશાળામાં 1 કલાક જેવો સમય ફળવ્યો હતો. નંદિશાળાના આ નવા પ્રોજેક્ટથી ખૂબજ પ્રભાવિત થયા હતા.

જેથી વિઝિટ બુકમાં પણ પોતાનો અભિપ્રાય લખ્યો હતો. મહંત ત્રિકામદાસજી મહારાજ પદયાત્રામાં રોકાયેલ હોવાથી તેમની સાથે ફોન કરી અભિનંદન આપ્યા હતા. આયોગના અધ્યક્ષે કહ્યું હતું કે હું આ પ્રોજેક્ટ સરકારમાં રજુ કરીશ અને ગામોગમ આવી નંદિશાળા ચાલુ થાય તે માટે સરકારમાં રજુઆત કરીશ અને આ માટે સરકાર જમીન અને ગ્રાન્ટ પણ આપે તેવી રજુઆત કરીશ. મહંતની ગેરહાજરીમાં સંસ્થાના મંત્રી ડી.સી. ઠકકરએ સાલ અને મોમેન્ટો આપી તેમનું સન્માન કર્યું હતું. નાગલાપરના મેઘજીભાઈ હીરાણી પ્રવાસમાં તેમની સાથે જ રોકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...