તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરણી:અંજારના સતાપર ગામે ઉપસરપંચની વરણી કરાઈ

અંજાર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા ઉમેદવાર બિનહરીફ ચૂંટાઇ આવ્યા

અંજાર તાલુકાના સતાપર ગામે મહિલા ઉમેદવાર બિનહરીફ ઉપસરપંચ તરીકે ચૂંટાઈ આવતા ગામલોકોમાં હર્ષની લાગણી ફેલાઇ હતી. આ અંગે મળતી માહિતી મુજબ અંજાર તાલુકાના સતાપર ગ્રામપંચાયતમાં સોમવારે સરપંચ આરતીબેન દિનેશભાઇ માતાના અધ્યક્ષ સ્થાને ઉપસરપંચની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં જશીબેન શીરિષભાઈ માતા અને ગીતાબેન નિતેશભાઈ ડાંગર દ્વારા સવિતાબેન પ્રવીણભાઈ ડુંગરિયાના નામની દરખાસ્ત મુકવામાં આવી હતી. જેમાં સવિતાબેન પ્રવીણભાઈ ડુંગરિયા બિનહરીફ સર્વાનુમતે ઉપસરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. સવિતાબેન ઉપસરપંચ તરીકે ચૂંટાઈ આવતા ગામલોકોમાં હર્ષની લાગણી ફેલાઇ હતી અને ગામના આગેવાનો તેમજ મોભીઓએ ઉપસરપંચ તેમજ તેમના પરિવારને અભિનંદ આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો