તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:અન્યોને પીવાનું પાણી આપી ખુદ તરસતા ટપ્પર ડેમની પાણી સમસ્યાનો નિકાલ કરવા મથામણ

અંજાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંજાર-ગાંધીધામમાં દબાણો પરના વીજ કનેક્શનો કપાશે, કોરોનીની ત્રીજી લહેરને રોકવા પ્રયત્નો કરાશે

અંજાર પ્રાંત કચેરીએ અંજાર-ગાંધીધામ માટે સંકલન, ટ્રાફિક સલાહકાર સમિતિ તથા કાયદા નિયમન અંગેની મિટિંગો મળી હતી. જેમાં ગાંધીધામ-કંડલા સંકુલને પીવાનું પાણી આપી ખુદ વલખા મારતા ટપ્પરની પાણી સમસ્યા અંગે ચર્ચાઓ કરી તાત્કાલિક સમસ્યાનો નિકાલ લાવવા સૂચના આપવામાં આવી હતી.

આ અંગે અંજાર પ્રાંત કચેરીએથી મળતી માહિતી મુજબ અંજારના પ્રાંત અધિકાર ડો.વી.કે. જોષીના અધ્યક્ષ સ્થાને પ્રથમ કાયદો વ્યવસ્થા અને ટ્રાફિક સલાહકાર સમિતિની મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં નાયબ પોલીસ અધિક્ષક, અંજાર તથા અંજાર- ગાંધીધામના પોલિસ સ્ટેશનના પી.આઈ. હાજર રહ્યા હતા. જે મિટિંગમાં અંજારના યોગેશ્વર ચોકડીએ ટ્રાફિક બાબતના જાહેરનામાની અમલવારી કરાવવા, શહેરમાં માસ્ક વગર ફરતા લોકો પર કાર્યવાહી કરવા, પેટ્રોલિંગ કરવુ અને નંબર પ્લેટ વગરની જે ગાડીઓ ફરે છે તે બાબતે ચેકીંગ કરવુ, ઓવર લોડ વાહનોનું ચેકીંગ કરવું તેમજ લો એન્ડ ઓર્ડર જળવાય તે માટે કાયદાની અમલવારી કરવા જેવી સૂચનાઓ આપવામાં આવી હતી.

આ બંને મિટિંગો બાદ મળેલી સંકલન અને ફરિયાદની મિટિંગ મળી હતી. જેમાં અંજાર-ગાંધીધામ તાલુકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા અન્ય તમામ કચેરીઓના વડાઓના, નગરપાલિકાના પ્રમુખો, તાલુકા પંચાયતના પ્રમુખોની હાજરીમાં સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ગાંધીધામ-કંડલા, આદિપુરને પીવાનું પાણી પૂરું પાડી છેલ્લા ઘણા સમયથી ખુદ પીવાના પાણી માટે વલખા મારતા ટપ્પર ગામમાં પીવાના પાણીનો જે પ્રશ્ન છે તેનો તેનો તાત્કાલિક નિકાલ કરવા અંગેની સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત સંભવિત કોરાનાની ત્રીજી લહેર બાબતે જાગૃતતા રાખવી, અંજાર તથા ગાંધીધામ તાલુકામાં આવેલી તમામ સરકારી તથા ખાનગી હોસ્પિટલોએ ફાયર એન.ઓ.સી. મેળવી છે કે કેમ તે બાબતે ચકાસણી કરવી, સરકારી જમીનોમાં પીજીવીસીએલ તરફથી જે કનેક્શન આપવામાં આવ્યા હોય તે તાત્કાલિક ધોરણે રદ કરવા અને અંજાર ખડીયા તળાવ વિસ્તારની બાજુમાં આવેલો કચરાના ઢગનો નિકાલ કરવો, સુજલામ સુફલામ અંતર્ગતના બાકી કામો તાત્કાલિક પૂર્ણ કરવા, એટીવિટીના જે ગત વર્ષના આયોજનાના 4 કામો બાકી છે એ પણ તાત્કાલિક પૂર્ણ થાય તેવી સૂચનાઓ આપવામાં આવી હતી.

વરસામેડી નાકે શૌચાલય પાસે લારીઓ હટાવાશે
અંજારના વરસામેડી નાકે આવેલા મહિલા શૌચાલય પાસે નાસ્તાની લારી વાળાઓ દબાણ કરી જમાવડો કરી બેઠા છે, જેના કારણે મહિલાઓને શૌચાલયમાં જવા માટે સંકોચ થતો હોવાની ફરિયાદ ઉઠી હતી. જે સનદારભે તાત્કાલિક ધોરણે લારી વાળાઓને ખસેડી નાખવા સૂચના આપવામાં આવી હતી.

વેકસીન લેવામાં સરકારી કર્મચારીઓ પણ બાકી, તાત્કાલિક રસી લઈ લેવા સૂચના અપાઈ
કોરોનાની રસી લેવા બાબતે અનેક અંધશ્રદ્ધા અને અફવાઓ ફેલાઈ છે. જેના કારણે અભણ અને અજ્ઞાન લોકો રસી લેવામાં ખચકાઈ રહ્યા છે. તો બીજી તરફ અંજાર અને ગાંધીધામ વિસ્તારમાં અમુક ભણેલા-ગણેલા સરકારી કચેરીઓના કર્મચારીઓએ પણ હજુ સુધી રસી નથી લીધી જે બાબતને ગંભીરતાથી લઈ અંજારના પ્રાંત અધિકારી દ્વારા કોઈપણ સરકારી કર્મચારી રસી લીધા વગર બાકી ન રહે તે માટે ખાસ તકેદારી રાખવા સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...