તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:જૂની દુધઈમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં રૂા. 2 લાખના શરાબનો મુદ્દામાલ ઝડપાયો

અંજાર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 43 પેટી વિદેશી શરાબ, 50 નંગ શરાબની છૂટક બોટલો, 1106 બિયરના ટીન, 100 લીટર દેશી સહિતનો માલ મળ્યો
  • મોડી રાત સુધી ચાલેલા દરોડા બાદ આખરે ફરિયાદ નોંધાઈ

શુક્રવારે સાંજના સમયે સ્ટેટ મોનીટરીંગ સેલ, ગાંધીનગર દ્વારા જૂની દુધઈના કુખ્યાત બુટલેગરના રહેણાંકના મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી રૂ. 2 લાખના કિંમતનો દેશી-વિદેશી શરાબ તથા બિયરનો જથ્થો ઝડપાયો હતો.

આ અંગે દુધઈ પોલીસ મથકે સ્ટેટ મોનીટરીંગ સેલના હે.કો. રાણાભાઈ હમીરભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ એસ.એમ.સી.ની ટીમે બાતમી આધારે જૂની દુધઈ ગામે રહેતા કુખ્યાત બુટલેગર હાજી ઇબ્રાહિમ સમાના રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો. જ્યાંથી 43 પેટી વિદેશી શરાબ, 50 નંગ શરાબની છૂટી પડેલી બોટલો, 1106 બિયરના ટીન, 100 લીટર દેશી દારૂ ઉપરાંત દારૂ વેચીને મળેલા રૂ. 300 રોકડા તેમજ રૂ. 1000ના બે મોબાઈલ સહિત કુલ રૂ. 2,02,460નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

જે દરોડા દરમ્યાન આરોપીની પૂછપરછ કરતા અંગ્રેજી શરાબનો જથ્થો મોરગર તા. ભચાઉમાં રહેતા આમદ ઉર્ફે ભટ્ટી અને દેશી દારૂનો જથ્થો મોરગર ગામે જ રહેતા ભીમો કોલી પાસેથી ખરીદ્યો હોવાનું તેણે કબલ્યુ હતું. જેથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દુધઈ પોલીસ મથકે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેની ક્રોસ તપાસ અંજાર પી.આઈ.ને સોંપવામાં આવી હતી.

પકડાયેલા બુટલેગર પર દારૂના 12 કેસ, 3 વર્ષથી ધંધો કરતો હોવા છતાં કડક કાર્યવાહી પોલીસે ન કરી
વિજલેન્સ ટીમના દરોડા દરમ્યાન પૂછપરછ સમયે આરોપીએ ટીમને જણાવ્યું હતું કે, છેલ્લા 3 વર્ષથી તે દેશી દારૂનો ધંધો કરતો હતો અને 3 મહિનાથી વિદેશી શરાબનો ધંધો શરૂ કર્યો હતો. જે સંદર્ભે તેના પર અત્યાર સુધી 12થી 13 દારૂના કેસ પણ થઈ ચૂક્યા છે. આવા કુખ્યાત બુટલેગરને માત્ર કેસ કરી છોડી દેવામાં આવતો હોવાથી ગુનાને વેગ મળી રહ્યો છે, અગર આવા આરોપીને હદપાર કરવામાં આવે તો જ ગુનાઓ અટકી શકે તેમ હોવાની ચર્ચાઓએ વેગ પકડ્યો છે.

પધ્ધર બાદ દુધઈમાં દરોડો હવે કોનો ભોગ લેવાશે?
ભુજ તાલુકાના પધ્ધર ગામની સીમમાં જુગાર રમતી હોવાથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો. જે બાદ તે બીટના જમાદારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે ફરી દુધઈ વિસ્તારમાં સેલ દ્વારા દરોડો પાડવામાં આવતા હવે કોના પર ગાજ વરસશે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...