વ્યાજખોરોનો આતંક:ભુજમાં વ્યાજખોરોના ત્રાસથી સોની વેપારીએ ફીનાઇલ પીધું

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લોરિયામાં બે શખ્સો બ્લેકમેઇલ અને ધમકી અપાતાં પરિણીતાએ પણ ફીનાઇલ પીધું

ભુજમાં સોની વેપારીએ વ્યાજખોરના ત્રાસને કારણે ફીનાઇલ પી લીધું હતું તો, તાલુકાના લોરીયા પરણિત મહિલાને બે શખ્સો બ્લેક મઇલ અને ધાકધમકી કરતા હોવાથી ફીનાઇલ પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાા. પોલીસે ભાગબનારાઓના નિવેદન લઇ તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ભુજના શીવકૃપાનગરમાં રહેતા અને છઠ્ઠી બારી વિસ્તારમાં ચંદન જ્વેલર્સ નામની દુકાન ધરાવતા નિકુંજ કિશોરભાઇ સોની નામના વેપારીએ વ્યાજે લીધેલા રૂપિયા અંગે તેના પર દબાણ થતું હોવાથી શુક્રવારે સવારે પોતાની દુકાનમાં ફીનાઇલ પી લેતાં ગંભીર અસર તળે તેમના પત્નીએ સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાવી એમએલસીમાં નોંધ પડાવી હતી. બનાવને પગલે એ ડિવિઝન પોલીસે ભોગગ્રસ્ત વેપારીનું નિવેદન લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

પરંતુ પોલીસ મથકે કાર્યવાહી ચાલુ હોઇ વેપારીને વ્યાજ માટે કોણ પરેશાન કરતું હતું તે જાણે શકાયું નથી. જ્યારે અન્ય એક બનાવમાં ભુજ તાલુકાના લોરીયા ગામે રહેતા ગીતાબેન હમીરભાઇ મહેશ્વરી નામની પરણિત મહિલાએ ગુરૂવારે પોતાના ઘરે ફીનાઇલ પી લેતાં તેમના પતિ હમીરભાઇ બીજલભાઇ મહેશ્વરીએ જી.કે.માં લઇ આવ્યા હતા. અને પોલીસ ચોકીમાં એમએલસીમાં નોંધ કરાવી હતી કે, તેમની પત્નિને ગફુલ લુહાર અને હાજી કુંભાર નામના બે શખ્સો બ્લેકમેઇલ અને ધમકી આપતા હોઇ તેમની પત્નિએ ફીનાઇલ પી લીધું હતું. પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી કરી છે.

અંજારમાં પરિણીતાએ એસીડ પી લેતા સારવાર હેઠળ
અંજારના સવાસર નાકા વિસ્તારમાં આવેલી શિવસાગર -1 સોસાયટીમાં રહેતી 30 વર્ષીય જ્યોતિકાબેન રોહિતભાઈ મહેતાએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર એસીડ પી લીધું હતું, જેથી પરિણીતાને સારવાર માટે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઇ હતી. તેમના લગ્નને હજુ એક જ મહિનો થયો છે. તેવામાં પરિણીતાએ એસિડ પી લેતા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...