તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:વરસામેડીમાં તસ્કરો ત્રાટક્યા, બંધ ઘરમાંથી 67 હજારના મુદ્દામાલની ચોરી

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધોળા દિવસે ચોરીને અંજામ અપાતા ચકચાર, ફરિયાદ નોંધાઈ

અંજાર તાલુકાના વરસામેડી ગામે ધોળા દિવસે બંધ ઘરને નિશાન બનાવી રોકડ સહિત 67,500ના મુદ્દામાલની ચોરી થઈ જતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બનાવ અંગે અંજાર પોલીસ મથકેથી નીલકંઠ હોમ્સની પાછળના ભાગે આવેલા અંબિકા નગર, વરસામેડીમાં રહેતા ભોજનાથ ઉર્ફે રાજેશ મિસરીલાલ રાજપૂતની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તા. 19/8ના તેઓ બહાર ગયા હતા અને પત્ની ઘરને તાળું મારી બપોરે 1 વાગ્યે બાજુની શેરીમાં ઘરકામ કરવા ગઈ હતી.

જે 3 વાગ્યે પરત આવતા ઘરનું તાળું તૂટેલું હતું અને કબાટ માંથી રૂ. 50,000 રોકડા તથા સોનાની ચેન, કાનની બુટી તથા ચાંદીની પાયલ સહિત રૂ. 17,500ના દાગીના સહિત કુલ રૂ. 67,500ની ચોરી થઈ હતી. જેથી ફરિયાદીએ અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...