તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:અંજારમાં ભંગાર કારના એન્જિન-ચેસિસ અને રજિ. નંબર વેચીને ગોરખધંધો ચલાવતો વાડા ધારક ઝડપાયો

અંજાર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 કારોમાં કરી હતી ગેરકાનૂની કરામત, પાર્ટનર પણ કાયદાના સાણસામાં આવ્યો

અંજારમાં ભંગારના વાળાઓમાં અનેક ગેરપ્રવૃત્તિ થતી હોવાની અનેક ફરિયાદો ઉઠી ચુકી છે, પરંતુ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરાઈ ન હતી. તેવામાં એન્જીન, ચેસીસ અને નંબર પ્લેટ વેચી અને છળ કપટથી મેળવેલી સાચી કારોને કાપી નાખી ગોરખધંધો ચલાવતો ભંગારનો વાળા ધારક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધાયો છે. જેમાં વાળા ધારકનો પાર્ટનર પણ કાયદાના સાણસામાં આવ્યો છે.

આ અંગે અંજાર પોલીસ મથકના પી.આઈ. એમ.એન. રાણાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, તેમને બાતમી મળી હતી કે ભુજ-ભચાઉ બાયપાસ રોડ પર ઓમનગર રસ્તા પર ક્રિષ્ના નગર-માં આવેલ ઝમઝમ સ્ક્રેપ નામના ભંગારના વાળામાં છળ કપટથી મેળવેલી જૂની ગાડીઓને કાપી નાખી અન્ય ગાડીઓમાં તેના એન્જીન, ચેસીસ અને નંબર પ્લેટ લગાવી તે ગાડી વેચી નાખવાનું કારસ્તાન ચાલી રહ્યું છે. જેમા હાલે પણ એક ગાડી કપાઈ રહી હોવાની સચોટ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.

જ્યાં એક કળા કલરની સ્વીફ્ટ કાર પડી હતી. જેના રજી. નંબરને પોકેટકોપ સોફ્ટવેરમાં નાખી તપાસ કરતા કુંભાર ફળિયામાં રહેતા હારૂન ઉંમર કુંભારના નામે હોવાનું સામે આવ્યું હતું. જ્યારે એક કપાયેલી સફેદ કલરની કાર પણ પડી હતી. જે ચેન્નઈના ક્રિષ્ના રતિલાલ રાઠોડના નામની હોવાનું માલુમ પડતા આરોપી હારૂનને તાત્કાલિક પોલીસે ઝડપી લીધો હતો અને તેબી પૂછપરછ દરમ્યાન માલુમ પડ્યું હતું કે, તે અને ભંગારનો વાળો ચલાવતો કાસમ આમદ કુંભાર છળ કપટથઈ મેળવેલી કારને કાપી નાખી અન્ય કારમાં તેના એન્જીન, ચેસીસ અને નંબર પ્લેટ નાખી તેને વેચી નાખે છે અને આ પ્રકારે અન્ય 4 કારો તેણે વેચી હોવાનું કબૂલાત અંજાર પોલીસે વેચી નાખેલી 3 અલ્ટો કાર તેમજ 1 મારુતિ 800 કારને કબ્જે કરી લીધી હતી અને ભંગારના વાળા માંથી મળેલી કાર ઉપરાંત કપાઈ ગયેલી કાર સહિત કુલ રૂ. 4,10,000નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી હારૂન, વાળા ધારક કાસમ અને અન્ય એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય ભંગારના વાડાઓની પણ યોગ્ય તપાસ થાય તો કૌભાંડ ખુલે
અંજારમાં અનેક ભંગારના વાડાઓ આવેલા છે પરંતુ માત્ર ચા-પાણી લઈ પોલીસ તંત્ર દ્વારા કોઈ યોગ્ય તપાસ ન કરાતી હોવાના આક્ષેપો ઉઠી ચુક્યા છે, આ ભંગારના વાળાઓમાં અનેક ગેરકાનૂની પ્રવૃતિઓ પણ થતી જ રહે છે અગર પોલીસ સચોટ કામગીરી કરે તો અનેક નુક્શાનકારક ગતિવિધિઓ પણ સામે આવી શકે તેમ હોવાનું જાણકારોનું માનવું છે.

અન્ય સમાચારો પણ છે...