તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” દ્વારા લાખોંદ સ્થિત દૂધ પ્રોસેસિંગ અને પેકેજીંગ પ્લાન્ટ ખાતે નવી પ્રોડક્ટ અમુલ સ્લિમ એન્ડ ટ્રીમ દૂધનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. જે પ્રોડક્ટને સંઘના ચેરમેન વલમજીભાઈ હુંબલ અને નિયામક મંડળના સભ્યો દ્વારા ઓનલાઈન લોંચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રોડક્ટના લોંચિંગ બાબતે ડેરીના ચેરમેન વલમજીભાઈ હૂંબલે જણાવાયું હતું કે આ પ્રોડક્ટમાં સ્થાનિકે પશુપાલકો પાસેથી દૂધ કલેક્શનથી લઈ અને વેચાણ સુધીની શૃંખલાને મજબૂત કરવાનું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જે અંતર્ગત ઉત્તરોતર નવીન પ્રોડક્ટનું પ્લાન્ટ ખાતે ઉત્પાદન કરી અને વેચાણ કરવામાં આવે છે. સ્લિમ એન્ડ ટ્રીમ દૂધએ સરહદ ડેરીના બનાવટનું કચ્છ જિલ્લાની બજારમાં પણ વેચાણ માટે ઉપલબ્ધ થશે. હાલમાં લોકડાઉનના સમયમાં દૂધના નિકાલ મુશ્કેલ હોઈ વિવિધ બનાવટો રજૂ કરી દૂધનો વધુમાં વધુ ઉપયોગ કરી અને વેચાણ કરવાનું ઉદ્દેશ્ય છે. અમુલ સ્લિમ એન્ડ ટ્રીમ મિલ્કએ ઉચ્ચ ન્યુટ્રિશન વેલ્યૂ ધરાવતું દૂધ છે. જેમાં અન્ય દૂધ કરતાં વધુ પ્રોટીન અને કેલ્સિયમ છે અને ઓછી કેલેરી વાળું છે જે શરીરના વજનને કંટ્રોલમાં રાખવા માટે ઉપયોગી છે. સ્લિમ એન્ડ ટ્રીમ ઉચ્ચ ગુણવત્તા યુક્ત દૂધ અને અન્ય દૂધ કરતાં સસ્તું 8 રૂપિયા પ્રતિ 200 ML ના કચ્છમાં અમુલ ઉત્પાદન વેચાણ કરતાં રિટેલર તથા અમુલ પાર્લર પર ઉપલબ્ધ થશે.
પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.