દુર્ઘટના:અજાપરની ખાનગી કંપનીમાં આગ લાગતા રૂા.1.80 કરોડનું નુકસાન

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શોર્ટસર્કિટના કારણે ભભુકેલી આગ મહા મહેનતે બુઝાવાઇ

અંજાર તાલુકાના અજાપરમાં આવેલી ખાનગી પ્લાયવુડ કંપનીમાં આગ લાગતા 1.80 કરોડની પ્લાય બળીને ખાખ થઈ ગઈ હતી. આ અંગે અંજાર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ સોમવારે મોડી રાત્રે આગનો આ બનાવ બન્યો હતો. જેમાં વરસામેડીમાં રહેતા વિજયકુમાર દોલતરામ બંસલે અંજાર પોલીસ મથકે જાનવજોગ નોંધાવી હતી કે, અજાપર પાસે આવેલી એસ.આઈ.પી.એલ વુડ પ્રા.લિ. કંપનીમાં આગની આ ઘટના બની હતી. કંપનીમાં ફેઝના ગોડાઉનમાં સોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી.

જે બનાવમાં મોટા પ્રમાણમાં આગ પ્રસરી જતા તાત્કાલિક ફાયર ફાઈટરને બોલાવી લેવામાં આવતા આગ પર કાબૂ મેળવી શકાયો હતો. પરંતુ આગ કાબૂમાં આવે તે પહેલાં જ રૂ. 1.80 કરોડનું લાકડું બળીને ખાખ થઈ ગયું હતું. આ બનાવ અંગે અંજાર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...