તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ:અંજારમાં મહિના પહેલા જ બનેલા રોડ તૂટી ગયા

અંજાર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શહેર કોંગ્રેસ દ્વારા આવેદન અપાયું, કાર્યવાહી નહીં થાય તો ધરણા કરાશે

અંજાર શહેરમાં હાલ ઘણી જગ્યાએ ડામરનાં રોડ તેમજ પેવર બ્લોકનાં રોડ પાલિકા દ્વારા બનાવવામાં આવ્યા છે. આ તમામ રોડ બન્યાને 1 મહિનો નથી થયો અને તે રોડ તૂટવા લાગ્યા છે. જે બાબતે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જાતે ચકાસણી કરી પાલિકાના ચીફ ઓફિસરને મૌખિક ફરિયાદ કરી હતી છતાં આ બાબતે કોઈ જ કાર્યવાહી ન થતા આ બાબતે લેખિત રજુઆત કરી જો 3 દિવસમાં કાર્યવાહી નહિ થાય તો ધરણા કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી હતી.આ અંગે અંજાર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા અને કાર્યકર્તાઓએ પાલિકાના સી.ઓ પાસે લેખિત રજુઆત કરી હતી કે શહેરના વોર્ડ નં.4માં ગંગોત્રી સોસાયટીમાં પેવર બ્લોકનાં રોડને હજુ 1 મહિનો નથી થયો અને માર્ગ અનેક જગ્યાએથી બેસી ગયો છે.

માલાશેરીની બંને બાજુ ડામરનો રોડ બનાવવામાં આવ્યો છે જેને હજુ માત્ર 10 દિવસ જ થયા છે અને રોડ પરથી કાંકરીઓ નીકળે છે. ઉપરાંત વોર્ડ નં.5 ના ગોકુળનગર વિસ્તાર જયાં પણ ડામર રોડ તાત્કાલમાં જ બનાવવામાં આવ્યો છે, જે પણ તૂટવા લાગ્યો છે. આ ઉપરાંત પણ ઘણી જગ્યાએ રોડ રસ્તાનાં કામમાં ગુણવત્તા નબળી હોવાનું સામે આવ્યું છે. જે સંદર્ભે આ તમામ રોડનાં કામોમાં મોટો ભષ્ટ્રાચાર થયો હોવાની શંકા છે, જેની યોગ્ય તપાસ કરી અને જવાબદાર એજન્સી તેમજ કર્મચારીઓ પર યોગ્ય પગલાં લેવાય તેવી માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો