હાલાકી:અંજારના મારૂતિ નગરમાં 10 દિવસોથી ઉભરાતી ગટરથી રહેવાસીઓ પરેશાન

અંજારએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સતત ઉભરાતી ગટરના ગંદા પાણી માર્ગો અને ઘરો સુધી પહોંચી આવ્યા છે. - Divya Bhaskar
સતત ઉભરાતી ગટરના ગંદા પાણી માર્ગો અને ઘરો સુધી પહોંચી આવ્યા છે.
  • રજુઆત છતાં પાલિકાએ કઈ ન કર્યું, રોગચાળો ફેલાવાનો ભય

અંજારના મારૂતિ નગરમાં છેલ્લા 10 દિવસોથી ગટર ઉભરવાની સમસ્યાથી સ્થાનિક રહેવાસીઓ પરેશાન થયા છે. વારંવાર પાલિકા કચેરીમાં ફરિયાદ કરી હોવા છતાં કઈ જ ન કરવામાં આવ્યું હોવાથી આ વિસ્તારમાં રોગચાળો ફેલાવાની દહેશત ફેલાઈ છે. આ અંગે મારુતિ નગરના મકાન નં. 10/એ માં રહેતા પલ્લવીબેન પંડ્યાએ જણાવ્યું હતું કે વગદાર લોકો દ્વારા તેમની જમીનમાં ભરતી નાખી ગટર લાઇન દબાવી નાખવામાં આવી હોવાથી છેલ્લા 10 દિવસોથી ગટર ઉભરવાની સમસ્યા સર્જાઇ છે.

જે બાબતે પાલિકા કચેરીમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. છતાં પાલિકા દાદ નથી આપતી અને આ બાબતે મુખ્ય અધિકારીને ફોન કરતા તેમના દ્વારા પણ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો. જેથી સતત ઉભરાતી ગટરના ગંદા પાણી માર્ગો અને ઘરો સુધી પહોંચી આવ્યા છે. જેના કારણે લોકોને આ માર્ગ પરથી પસાર થવુ પણ મુશ્કેલ બન્યું છે. તેમજ આ ગંદા પાણીના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફેલાઈ જવાની દહેશત છે. જેથી આ બાબતે યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...