તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:ગાંધીધામ-અંજારના અતિક્રમણો તાત્કાલિક હટાવી સરકારી જમીન પર જો દબાણ થાય તો લેન્ડ ગ્રેબિંગ હેઠળ અરજી કરો

અંજાર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંજાર પ્રાંત કચેરીએ સંકલન, કાયદો-વ્યવસ્થા, ટ્રાફિક સલાહકાર સમિતિ તથા એ.ટી.વી.ટી.ની બેઠક મળી

અંજાર પ્રાંત કચેરીએ સંકલન, કાયદો-વ્યવસ્થા, ટ્રાફિક સલાહકાર સમિતિ તથા એ.ટી.વી.ટી.ની બેઠક મળી હતી. જેમાં અંજાર-ગાંધીધામમાં દબાણકારો પર સખ્ત થઈ કાર્યવાહી કરવા અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી હતી. જો સરકારી જમીન પર દબાણ થાય તો લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ અરજી કરવા પણ ટકોર કરાઈ હતી. આ અંગે મળતી માહિતી મુજબ શનિવારે અંજારના પ્રાંત અધિકારી ડો. વી.કે જોષીના અધ્યક્ષ સ્થાને વિવિધ બેઠકો મળી હતી.

જેમાં અંજાર તથા ગાંધીધામ તાલુકામાં સરકારી જમીન પરના દબાણો દૂર કરવા ઉપરાંત લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ અરજી કરવા તેમજ નેશનલ હાઈવે, પંચાયત તથા સ્ટેટ રોડ ઉપર થયેલ દબાણ દુર કરવા તેમજ બાવળની ઝાડી દૂર કરવા જણાવવામાં આવ્યું હતું. અંજારના ગંગાનાકા બાજુ થયેલા દબાણો હટાવવા તેમજ શહેરમાં ભારે વાહનોનો પ્રતિબંધ કરવા ખાસ ટકોર કરવામાં આવી હતી. ઉપરાંત અંજાર તથા ગાંધીધામ તાલુકામાં સરકારી જમીન પર ગેરકાયદેસર વીજ કનેક્શન લીધેલા હોય તે બાબતે સ્થાનિકે ખરાઇ કરી વીજ કનેક્શનો તાત્કાલિક દૂર કરવા માટે પીજીવીસીએલને સૂચના આપવામાં આવી હતી.

ચોમાસાની સીઝનમાં તાલુકા કક્ષાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં જે કર્મચારીઓને નોકરી માટે ઓર્ડર કરવામાં આવે છે તે કર્મચારીઓ સમયસર પોતાની ડ્યુટી પર હાજર રહે તે બાબતે તમામ કચેરીના વડાને સૂચના આપવામાં આવી હતી.ગાંધીધામનીમાં જાહેર રોડ રસ્તા પર થયેલા દબાણો બાબતે સ્થાનિકે ખરાઇ કરી નોટિસ આપી તાત્કાલિક દબાણો દૂર કરવા માટે ચીફ ઓફિસર ગાંધીધામને જણાવવામાં આવ્યું હતું.

ઉપરાંત કોઈપણ સરકારી દબાણ દૂર કરવા માટે પોલીસ પ્રોટેક્શનની જરૂરિયાત હોય તો પ્રોટેક્શન પૂરો પાડવાની ડીવાયએસપી વાઘેલા તરફથી સંપૂર્ણ ખાતરી આપવામાં આવી હતી. આ ઉપરાંત કંડલા એરપોર્ટના ત્રણ રસ્તા પર જંકશન સાયેનીજીસ લગાવવા તેમજ એરપોર્ટ રોડ પર વાઈટ પટ્ટા તથા કેટસાઈ લગાવવાની પણ સૂચના આપવામાં આવી હતી.

કોરોના બાબતે સાવચેતી રાખવા ખાસ ટકોર
બંને તાલુકાઓનીમાં ધો. 6થી 8 શાળાઓ શરૂ થઈ છે. જેથી તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ફરજિયાત માસ્ક પહેરે અને સેનેટાઈઝરનો ઉપયોગ થાય તે બાબતે ટીપીઓને તકેદારી રાખવા જણાવવામાં આવ્યું હતું. કોરોનાની ત્રીજી લહેરની તૈયારી રૂપે વેક્સિન સો ટકા પૂર્ણ કરવું તેમજ સાવચેતીના ભાગરૂપે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા, ચાલુ કરી દેવા કોઈપણ અગવડતા ઉભી ન થાય તે બાબતનું આગોતરું આયોજન કરવા બને તાલુકા આરોગ્ય અધિકારીને ખાસ ટકોર કરવામાં આવી હતી. આ ઉપરાંત કંડલા એરપોર્ટ ખાતે ફ્લાઇટના આગમન કે જતી વખતે હેલ્થ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...