તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:અંજારના માર્ગ અકસ્માતમાં રતનાલના યુવાનનું મોત, કારે બાઇકને ટક્કર મારતા ત્રણ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી

અંજાર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

અંજાર-સાપેડા રોડ પર કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં યુવાનને ગંભીર પ્રકારની ઈજાઓ થતા તેનું મૃત્યુ થતા 3 પુત્રીઓએ યુવાન પિતાની છત્રછાયા ગુમાવી હતી. આ બનાવના કારણે સમગ્ર પંથકમાં કરુણાંતિકા ફેલાઈ હતી. આ બનાવ અંગે અંજાર પોલીસ મથકેથી રતનાલ ગામે રહેતા હિરણગર નારણગર ગોસ્વામીની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ ફરિયાદીના કાકાનો દીકરો અને રતનાલ ગામે જ રહેતો 35 વર્ષીય નિતિનગીરી પ્રવિણગીરી ગોસ્વામી ગાંધીધામમાં નોકરી કરતો હોવાથી તા. 12/11ના રાત્રે 9 વાગ્યાના અરસામાં નોકરીએથી પરત રતનાલ મધ્યે પરત આવી રહ્યો હતો ત્યારે સામેથી પુરઝડપે આવતી કાર નં. જીજે 12 ડીએમ 9632ના ચાલકે અકસ્માત કરતા નિતિનગીરીને કપાળ, બંને પગ તેમજ છાતીના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી. જેથી રતનાલ ગામે જ રહેતા દેવજી રામજી છાંગાએ તેમને અંજારની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચાડ્યો હતો.પરંતુ હતભાગીને સારવાર સાંપડે તે પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું.

કાર ચાલક ભુજ કલેકટર કચેરીનો કર્મચારી હોવાનો લોકોમાં ગણગણાટ
આ અંગે સૂત્રોના જણાવ્યા મુજબ યુવાનનો ભોગ લેનાર ક્રેટા કાર નં. જીજે 12 ડીએમ 9632નો ચાલક રોંગ સાઈડમાં ફૂલ સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલા નિતિનગીરીને હડફેટે લીધો હતો અને યુવાનનું મૃત્યુ નિપજાવ્યું હતું. તો બીજી તરફ આ કાર ચાલક પોતે કલેકટર કચેરીનો જ કર્મચારી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો