તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:સામખિયાળી તળાવમાં રાપર એસટી ડેપોના કર્મીએ ઝંપલાવ્યું

સામખિયાળી, અંજાર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાગોદરના એસટીના કર્મચારી હોવાનું જાણવા મળ્યું

ભચાઉ તાલુકાના સામખિયાળીના તળાવમાં કોઇકે ઝંપલાવ્યું હોવાના સમાચાર ફેલાતાં તંત્ર દોડતું થયું હતું ગાંધીધામ ઇઆરસી સહિતની ટીમોએ મોડી સાંજ સુધી શોધખોળ કરી હતી પરંતુ ઝંપલાવનારનો કોઇ પત્તો મળ્યો ન હતો. મુળ ફુલપરા ગામના અને હાલે રાપરના ગાગોદર ખાતે રહેતા 55 વર્ષીય કાનજીભાઇ જોધાભાઇ ભલાણી(કોલી) એ સામખિયાળીના તળાવમાં ઝંપલાવ્યું હોવાની આશંકા જતાવાઇ રહી છે. જો કે હજી કોઇ ભાળ મળી નથી. મળતી માહિતી મુજબ, કાનજીભાઇ રાપર એસટી ડેપોમાં એટીઆઇની પોસ્ટ પર કાર્યરત હતા પરંતુ તેઓ છેલ્લા એક વર્ષથી માનસિક અસ્વસ્થ રહેતા હતા.

ગુમ થનાર પ્રૌઢ
ગુમ થનાર પ્રૌઢ

તેમણે સ્વૈચ્છિક નિવૃતિની અરજી પ કરી હતી અને ઘણા દિવસથી રજા પર ઉતરી ગયા હતા. તેમની માનસિક અસ્વસ્થતા માટેની સારવાર પણ ચાલુ હતી. તેઓ ગાગોદરથી ગાંધીધામ દવા લેવા ગયા બાદ પરત ફરતી વખતે તેઓ સામખિયાળી રહેતા પુત્રને ત્યાં રોકાયા હતા. જ્યાંથી વહેલી સવારે તેઓ નિકળી ગયા બાદ પરિવાર તેમની શોધખોળ કરી રહ્યો હતો.

ત્યારે તળાવ પાસેથી તેમના ચપ્પલ મળી આવતાં તળાવ પાસે જ આવેલી ઓસવાળ સમાજવાડીના સીસી ટીવી કેમેરાના ફૂટેજ તપાસતાં તેમાં કાનજીભાઇ તળાવમાં જતા દેખાય છે પણ પરત આવતા દેખાતા નથી. જેના કારણે પરિવારજનોએ તેમણે ઝંપલાવ્યું હોવાની આશંકા જતાવી છે. મોડી સાંજ સુધી શોધખોળ કર્યા બાદ પણ કોઇ ભાળ ન મળતાં હવે આજે સવારથી ફરી શોધખોળ કરાશે તેવું તંત્રએ જણાવ્યું હતું.

અંજારમાં અસ્થિર મગજની મહિલા પાણીના ટાકામાં પડી જતા મૃત્યુ
અંજારના કુંભાર ચોકમાં રહેતા 33 વર્ષીય મરિયમ અબ્દુલ શેખ જે અસ્થિર મગજના હતા. જે તા. 8/7ના બપોરે 2થી 3 વાગ્યાના અરસામાં અચાનક ગુમ થઈ ગયા હતા. જે બાદ પોતાના ઘરના પાણીના ટાકામાં જ તે મળી આવતા તેમને તાત્કાલિક ધોરણે અંજારની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

ગઢશીશામાં માનસિક બીમાર વયસ્કનો ગળે ફાંસો ખાઇ આપઘાત
ભુજ | માંડવી તાલુકાના ગઢશીશા ગામે જીએમડીસી કોલોનીમાં રહેતા નટવરલાલ વેણીશંકર દવે 56 નામના વયસ્કે માનસિક બીમારીના કારણે ગુરુવારે સવારે પોતાના ઘરમાં ફાંસો ખાઇ આપધાત કરી લીધો હતો. બનાવ સવારે પોણા દસ વાગ્યાથી સવા દસ વાગ્યા દરમિયાન બન્યો હતો. સુસાઇડ નોટમા પોતાને માનસિક બીમારી હોઇ આત્મધાતી પગલું ભર્યું હોવાનું લખ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...