તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંજારના કળશ સર્કલથી યોગેશ્વર ચાર રસ્તા થઈ નાગલપર જતા રોડ પર વારંવાર અકસ્માતો થતા હોવાથી અને 100થી વધુ લોકોના મૃત્યુ થયું હોવાથી સંસ્થાઓ, જાગૃત નાગરિકો અને પદાધિકારીઓની સતત માંગો બાદ કલેકટર દ્વારા આ માર્ગ પરથી ભારે વાહનોની પ્રવેશબંધી કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. છતાં પણ આ માર્ગ પરથી ભારે વાહનો પસાર થતા હોવાથી જાહેરનામના કડક અમલ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
આ અંગે નાગલપર રહેતા સોશ્યલ એક્ટિવિસ્ટ રોશનઅલી શાંધાણી દ્વારા કચ્છ કલેકટરને આવેદન આપી જણાવ્યું હતું કે નાગલપરથી જનરલ હોસ્પિટલ રોડ થઈ યોગેશ્વર ચોકડીથી દબળા સર્કલ સુધીના માર્ગ પર ભારે વાહનોની અવર-જવર પર રોક લગાવતો જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું છતાંય વહીવટી તંત્રની મીઠી નજર હેઠળ આ માર્ગ પરથી ખુલ્લેઆમ ભારે વહોનો ચાલે છે, આ માર્ગ પર પૂર્વ કચ્છ જિલ્લાની ખાણ ખનિજની કચેરી પણ છે, છતાંય આ કચેરીની સામેથી ખનીજ ભરેલી ઓવર લોડીંગ ટ્રકો દોડે છે, આ માર્ગ પરથી ભારે વાહનોની પ્રવેશબંધી કરાવવા વહીવટી તંત્રને અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, છતાંય કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. વહીવટી તંત્ર માત્ર ફક્ત કાગળ પર જ જાહેરનામું બાહર પાડ્યું હોય એવું લાગી રહ્યું છે. જેથી આ બાબતે યોગ્ય કરી જાહેરનામાનું કડક અમલ થાય તેવા પગલાં લેવા માંગ કરવામાં આવી હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.