કચ્છ જિલ્લામાં રવિવારે પાંચ યુવાન જિંદગી પર પૂર્ણ વિરામ મુકાયો હતો. ભુજ, અંજાર, લાકડીયા અને અાધોઇમાં ચાર યુવાન જિંદગી ગળેફાંસો ખાઇ ફાની દુનિયાને અલવીદા કહી હતી, તો મુન્દ્રાના મોટી ખાખરમાં ઝેરી દવા ગટગટાવનાર યુવકે સારવાર વેળાઅે દમ તોડયો હતો.
ભુજની યુવતિએ ગળેફાંસો ખાઇ જીવનલીલા સંકેલી
મૂળ જુનાગઢ અને હાલ પ્રમુખસ્વામી નગરમાં રહેતા ભરતભાઇ સવારદાસ વાઢેર (મેર)અે જાહેર કર્યું હતું કે, પ્રમુખસ્વામી નગર પોતાના ઘરે સવારે નવ વાગ્યાથી બાર વાગ્યાના અરસામાં તેમના પત્ની દેવીબેન ઉર્ફે દિવ્યા ભરતભાઇ વાઢેર (ઉ.વ.23) સાડી વડે પંખામાં લટકી અાપઘાત કરી લીધો હતો. પરિણિતાનો લગ્નગાળો અાઠ મહિનાનો છે.
મોટી ખાખરના યુવાનનું રાજકોટમાં સારવાર વેળાએ મોત
મુન્દ્રા તાલુકાના પાલુ ખેતશી ગઢવી (ઉ.વ.28)વાળાઅે ગત તા.2જી તારીખે પોતાના ઘરે પાકમાં નાખવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. હતભાગીને પ્રાથમિક સારવાર માટે માંડવી ખસેડાયા હતા બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. ત્રણ દિવસની સારવાર માટે રાજકોટ ખાતે દમ તોડી દીધો હતો. મુન્દ્રા પોલીસે ગુનો નોંધ્યો છે.
લાકડીયામાં અકળ કારણોસર યુવાનની આત્મહત્યા
ભચાઉના લાકડીયાના નદીકાંઠે રહેતા 28 વર્ષીય વિક્રમ બાબુ કોલીએ ગત સવારે સવા નવ વાગ્યાના અરસામાં પોતાના ઘરે પંખામાં રસ્સી બાંધી ગળે ફાંસો ખાઇ લીધા બાદ રમેશ રવા કોલી લાકડીયા હોસ્પિટલ લઇ ગયો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી આ બાબતે લાકડીયા પોલીસને જાણ કરી હતી.
અંજારમાં યુવાને મોતનો માર્ગ અપનાવી લીધો
અંજારના વિજયનગર કોર્ટ સામે રહેતા 35 વર્ષીય અતુલ કાન્તીભાઈ ગુંદરાસણીયા (સોરઠીયા)એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે તા. 6/3ના બપોરે 2 વાગ્યાના અરસામાં ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ બાદ મૃતકના મિત્રે તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ હોસ્પીટલમાં ખસેડી પી.એમ. સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
આધોઇમાં 32 વર્ષીય યુવાને અંતિમ પગલું ભરી લીધું
ભચાઉ તાલુકાના આધોઇ ખાતે સેક્ટર 6 માં રહેતા 32 વર્ષીય ભરતભાઇ ધનાભાઇ ચાવડાએ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ લીધા બાદ તેમના ભાઇ નરેશ ધનાભાઇ ચાવડા લાકડિયા સીએચસી લઇને આવ્યા હતા. તેમણે જણાવેલી વિગત પોલીસે સામખિયાળી પોલીસને આપતાં પીએસઆઇ એન.કે.ચૌધરીએ તપાસ આદરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.