તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:કીડાણાના બે યુવાનો સામે કાર્યવાહીનો વિરોધ

અંજાર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તડીપાર અને પાસાના હુકમ સામે આહિર સમાજમાં રોષ: રેલી સ્વરૂપે આવેદન અપાયું

આહિર સમાજના બે યુવાનો સામે ખોટી રીતે પાસા અને તડીપારનો હુકમ કરવામાં આવતા તેને રદ્દ કરવાની માંગ સાથે અંજારમાં વિરોધના સૂર ઉઠ્યા હતા. જે સંદર્ભે આહીર સમાજ તેમજ કોંગ્રેસ દ્વારા રેલી સ્વરૂપે આવેદન આપવા જતા આગેવાનોને પોલીસે રોકતા મામલો ગરમાયો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ ગાંધીધામ તાલુકાના કિડાણા ગામના શંભુભાઈ કરશનભાઈ ઝરૂ સામે તડીપાર અને કાથણભાઈ કાનગડ સામે પાસાનો હુકમ કરાયો છે, જે હુકમ પરત ખેચવા માટે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને સંબોધીને અંજાર પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા મુજબ કિડાણાના શંભુભાઈ ઝરૂ સમાજના સનિષ્ઠ વ્યક્તિ છે. તેઓએ સાલ કંપની દ્વારા કિડાણા - ભારાપર ગામમાં કરવામાં આવતા પ્રદૂષણનો મુદ્દો ઉપાડ્યો હતો. જેનું રાગદ્વેષ રાખી કંપનીએ તેમનો અવાજ રૂંધાવવા માટે ખોટી ફરિયાદ કરી હતી. જે સંદર્ભે કંડલા મરીન પોલીસ મથકમાં એક જ બનાવની બે ફરિયાદો નોંધાઈ છે.

ખેડૂતોના હિતમાં સાલ કંપની સામે અવાજ ઉઠાવતા સામાન્ય ગુનામાં શંભુભાઈને તડીપાર કરવામાં આવ્યા તે યોગ્ય નથી. જેથી અંજાર પ્રાંત અધિકારી દ્વારા કરાયેલો આ હુકમ રદ્દ કરવામાં આવે ઉપરાંત કિડાણા ગામમાં જુગાર રમતા પકડાયેલા કાથણભાઈ સામે પાસાનો હુકમ કરાયો છે તે પણ રદ્દ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી.

જુગાર જેવા સામાન્ય ગુનામાં પાસાથી આશ્ચર્ય
અંજારમાં ભુમાફિયાઓ, ચોરો, બુટલેગરોનો ત્રાસ છે. પરંતુ આવા તત્વો પર કાર્યવાહી નથી કરાઈ જ્યારે કીડાણા બે વ્યક્તિઓ કે જેમાં એક પર માત્ર જુગારનો કેસ છે અને બીજા પર તો સામાન્ય ફરિયાદ કરાઈ છે અને આવા નાના બનાવો સંદર્ભે અંજાર પ્રાંત અધિકારી દ્વારા પાસા અને તડીપારના હુકમથી તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા હતા.

પોલીસે રેલીને રોકતા મામલો ગરમાયો
આજે સવારે અંજારમાં ગાંધીજીની પ્રતિમાને હારારોપણ બાદ શહેર - તાલુકા કોંગ્રેસ તેમજ સમાજના વિવિધ અગ્રણીઓ મામલતદાર કચેરી પાસેથી પ્રાંત કચેરી સુધી રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવા માટે ગયા હતા. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હોવાથી અંજાર ડીવાયએસપી વાઘેલાએ રેલી અટકાવી અમુક લોકોને પોલીસ વાનમાં બેસાડી દીધા હતા અને માઇક મારફતે તાત્કાલિક ટોળું વિખેરવાની સૂચના પણ આપી હતી. જે બાબતે મામલો ઉગ્ર પણ બન્યો હતો બાદમાં વી.કે. હૂંબલ ઉપરાંત અન્ય રાજકીય આગેવાનો દ્વારા ટોળા વિખેરી વાહનો મારફતે આવેદનપત્ર આપવા માટે ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો