અકસ્માત:અંજાર-ગળપાદર ધોરીમાર્ગ પર ટ્રક પાછળ બાઇક ભટકાતાં આશાસ્પદ યુવાનનો જીવનદીપ બુઝાયો

ભુજ,અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હતભાગી - Divya Bhaskar
હતભાગી
  • ભુજ તાલુકાના ભુજોડી પાસે અજાણ્યા વાહને ટક્કર મારતાં વૃદ્ધનું મોત નિપજ્યું
  • ગાંધીધામ તરફ કોલેજ જતા બે યુવાનોને નડ્યો અકસ્માત

અંજાર-ગળપાદર હાઇવે કે જે અકસ્માત ઝોન બની ગયો છે. જેમાં અવર નવર અકસ્માતો થતા રહે છે અને અનેક લોકોના જીવ પણ ગયા છે. ત્યારે ગુરુવારે સવારે ગાંધીધામ તરફ કોલેજ જતા બાઇક સવાર બે યુવાનોને પણ અકસ્માત નડ્યો હતો. જેમાં હાઇવે પર ઉભેલી ટ્રકના પાછળના ભાગે યુવાનોનો અકસ્માત થતા 1 યુવાનનું મૃત્યુ થયું હતું. તો બીજા યુવાનને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. તો ભુજ તાલુકાના ભુજોડી ગામના બસ સ્ટેશન પાસે એક વૃદ્ધને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ગંભીર ઇજાઓ પહોચાડતા મોત નિપજ્યું હતુ.

આ બનાવ ગુરુવારે સવારે લગભગ 8 વાગ્યાના અરસામાં બન્યો હતો. જેમાં અંજારની ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટીમાં રહેતો અંદાજીત 17 વર્ષીય ધ્રુવ સુનિલભાઈ પ્રભુરામભાઈ રાઠોડ (ખેડોઈ વાળા) તથા તેનો રોહન નામનો મિત્ર તેની બાઇક મારફતે અંજાર-ગળપાદર હાઇવે પર ગાંધીધામ તરફ કોલેજ જઇ રહ્યા હતા. ત્યારે હાઇવે પરના ક્વોલિટી પેટ્રોલપંપ પાસે પહોંચતા હાઇવે પર ઉભેલા એક અજાણ્યા ટ્રક પાછળથી બંને યુવાનોનો અકસ્માત થયો હતો. જેમાં ધ્રુવને માથાના થતા અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું.

તો તેના મિત્ર રોહનને શરીરના અંદરના ભાગે મૂઢ ઇજાઓ થઈ હતી. બનાવ બાદ સમગ્ર શહેરમાં આશાસ્પદ યુવાનના અકસ્માત અંગેની વાતો પ્રસરી ગઈ હતી અને યુવાનના મૃત્યુ અંગેના સમાચાર મળતા પરિવાર તેમજ સ્થાનિક રહીશોમાં ગમગીની છવાઈ હતી.

બીજીતરફ, ભુજ તાલુકાના ભુજોડી ગામના બસ સ્ટેશન નજીક હનુમાન મંદિર પાસે સવારે અાઠેક વાગ્યાના અરસામાં કોઇ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા અજાણ્યા વૃદ્ધને ગંભીર ઇજાઅો પહોંચી હતી. હોસ્પિટલ ચોકીઅેથી પ્રાપ્ત વિગતો મુજબ હનુમાન મંદિર પાસે કોઇ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા 50 વર્ષીય અજાણ્યા વૃદ્ધને ગંભીર ઇજાઅો પહોંચી હતી જેથી અેમ્બ્યુલન્સ મારફતે જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ફરજ પરના તબીબે પોણા નવ વાગ્યે મરણ જાહેર કરતા માધાપર પોલીસે અાગળની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...