તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:સોશ્યલ મીડિયા દ્વારા વિડીયો જાહેર કરી વચનો આપવાનું શરૂ કરાયું

અંજાર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અંજાર શહેર કોંગ્રેસનું મિશન ‘એક ચાન્સ અમને પણ’
 • જો અમે ચૂંટાશું તો વેપારીઓના 50 ટકા ટેક્સ માફ કરશું તેવી બાંહેધરી અપાઈ

સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણી જાહેર થઈ જતા હવે રાજકીય વાતાવરણ ગરમાયુ છે અને મતદારોને રીઝવવા અનેક વાયદાઓ અને વચનો આપવામાં આવી રહ્યા છે. તેવામાં અંજાર શહેર કોંગ્રેસ દ્વારા સોશ્યલ મીડિયાના માધ્યમથી મિશન ‘એક ચાન્સ અમને પણ’ ચલાવવામાં આવ્યું છે.

અંજાર શહેર કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા ચૂંટણી કેન્પેઇન અંતર્ગત એક વિડીયો સોશ્યલ મીડિયામાં વહેતો કરાયો છે, જેમાં આ વખતે અમને પણ એક ચાન્સ આપો, જો અમારી નગરપાલિકામાં સત્તા આવશે તો અમે વચેટીયા પ્રથા બંધ કરશું અને તમામ નાના-મોટા વેપારીઓને 50 ટકા ટેક્સ માફ કરશું તેવી બાંહેધરી આપવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે અંજારમાં ત્રિપાખીયો જંગ જામશે તે તો નક્કી થઈ જ ગયું છે, સાથે અન્ય રાજકીય પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારો દ્વારા પણ આ વખતે ચૂંટણીના માહોલમાં ગરમાવો લાવવા તૈયારીઓ કરી લેવામાં આવી છે. ત્યારે આવનારા સમયમાં શહેરીજનોને હજુ લોભ, લાલચ અને વાયદો આપવામાં આવશે, જે માટે લોકો પણ તૈયાર બેઠા છે.

ગાડીઓમાં લાગેલા લોગો હટાવવા કોંગ્રેસની માંગ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે આચારસંહિતા લાગી ગઈ હોવા છતાં હજુ પણ અમુક પાર્ટીના લોકો દ્વારા પોતાની કારમાં રાજકીય પાર્ટીના લોગો લગાવી સસ્તી પ્રસિદ્ધિ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત શહેર કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આ બાબતે ફરિયાદ કરી યોગ્ય કાર્યવાહી કરવા લેખિત માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો