લોકડાઉન:અંજારમાં મંદિરના પૂજારીઓને રાહત પેકેજ મળવા રજૂઆત

અંજાર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતમાં છેલ્લા લાંબા સમયથી લોકડાઉન અમલમાં મુકવામાં આવ્યું છે. જેના અનુસંધાને ધાર્મિક સ્થળો 2 મહિનાથી પણ વધુ સમયથી મંદિરો બંધ જેવી સ્થિતિમાં મુકાયા છે. જેના કારણે નાના નાના  મંદીરોના પુજારીઓની હાલત ખૂબ જ કફોડી બની છે. જેથી પુજારીઓને તાત્કાલિક ધોરણેથી રાહત પેકેજ આપવા મુખ્યમંત્રીને સંબોધીને લખેલો પત્ર રાજય મંત્રી વાસણભાઇને શિવ શકિત સોશિયલ ગ્રુપ અંજારનાં પ્રમુખ બલદેવપુરી ગોસ્વામી, મંત્રી  ઘનશ્યામગિરિ ગોસ્વામી, મુખ્ય સલાહકાર ચમનગિરિ ગોસ્વામી તથા પ્રતિકગિરિ ગોસ્વામી દ્વારા આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...