તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:પોલીસે પોકેટકોપ સોફ્ટવેરથી વાહનચોરીનો ભેદ ઉકેલ્યો !

અંજાર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અંજાર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ટેક્નોલોજીની મદદ લીધી
 • એન્જીન-ચેસીસ નંબર વડે વાહનના મૂળ માલિકની ખબર પડી

અંજારમાં વાહન ચેકીંગ દરમ્યાન પકડાયેલી નંબર પ્લેટ વગરની બાઇકના એન્જીન તથા ચેસીસ નંબરના પરથી પોલીસે પોકેટકોપ સોફ્ટવેરની મદદથી મૂળ માલિકને શોધી કાઢતા ચોરીનો ભેદ ઉકેલાયો હતો. આ અંગે અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, પોલીસ કળશ સર્કલ પાસે વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે મૂળ હેમલાઈ ફળિયું અંજાર અને હાલે શીતલા, કાલાવડ ખાતે રહેતો 24 વર્ષીય સિકંદર ઉર્ફે સિકલો પીરશા શેખ ત્યાંથી નંબર પ્લેટ વગરની બાઈક લઈને પસાર થયો હતો.

જેથી પોલીસે તેને અટકાવી વાહનોના કાગળોની માંગણી કરી હતી, પરંતુ તે સંતોષકારક જવાબ ન આપી શકતા પોલીસે બાઇકના એન્જિન તથા ચેસીસ નંબર પોકેટકોપ સોફ્ટવેરમાં નાખી ઓનલાઇન સર્ચ કરતા વાહનના મૂળ માલિક નવીન નારણભાઈ રબારી હોવાનું માલુમ પડ્યું હતું. જેથી આરોપીને પૂછતા વાહન ચોરીનો હોવાનું તેણે કબૂલ્યું હતું. જેથી સોફ્ટવેરની મદદથી અંજાર પોલીસ મથકે નોંધાયેલ ચોરીના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો