સુચના:અંજાર વિસ્તારના મંદિરોમાં સીસીટીવી કેમેરા, ચોકીદાર રાખવા પોલીસની પૂજારીઓને સુચના

અંજાર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંદિરો ચોરીઓને અટકાવવા અંજાર પોલીસે યોજેલી બેઠકમાં 50 પૂજારી-સાધુઓ હાજર રહ્યા

તાજેતરમા અંજાર તાલુકાના મેઘપર-કું.ના રાધાનગરમાં રામેશ્વર મહાદેવ મંદિરમા આભૂષણોની ચોરીનો બનાવ બનવા બન્યો હતો. જે બાબતે અંજાર પોલીસે તકેદારીના પગલાં ભરવા સમજ આપી હતી અને આવી ચોરીઓના બનાવ અટકાવા માટે એક બેઠક યોજી લોકોને જાન માલના રક્ષણ માર્ગ દર્શન આપવા મા આવ્યું હતું.

અંજાર દશનામ ગોસ્વામી સમાજ વાડી જેસલ તોરલ સમાધિની બાજુમા અંજાર મધ્યે અંજાર વિસ્તારના 40 થી50 મંદીરના પૂજારી તેમજ 10 જેટલા સાધુ સંતો સાથે પી.આઈ. એમ.એન. રાણાએ એક બેઠક યોજી હતી અને ચોરીના કે અસામાજિક બનાવો બને તો તાત્કાલિક વિના સંકોચે પોલીસનો સંપર્ક કરવો તેમજ મંદિરોમા સી.સી.ટી.વી. કેમેરા લગાવવા મોટા મંદિરો હોય તો સિક્યોરિટી ગાર્ડ અથવા ચોકીદાર પણ રાખવા તેમજ મંદિરમા કિંમતી આભૂષણો હોય તો મંદીર બંધ થયે યોગ્ય જગ્યાએ સાચવવાની વ્યવસ્થા કરવી અથવા સુરક્ષિત જગ્યાએ રાખવા જોઈએ વગેરે સૂચનો આપવામાં આવ્યા હતા.

લોકોની સુખાકારી માટે પોલીસ સદા તત્પર છે, આવા બનાવો અટકાવા માટે લોકોએ પોલીસનો સંપર્ક કરી કાયદો વ્યવસ્થા જાળવવામા સહયોગ આપવા ઉપસ્થિત લોકોને અપીલ કરી હતી. આ મિટિંગમાં ગોસ્વામી સમાજના ઉપરાંત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અંજારના દુકાનદારે મંદિરોને પડતર ભાવે સીસીટીવી આપવાની જાહેરાત કરી
મંદિરોમાં ચોરીના બનાવો રોકવા સી.ટી.ટી.વી. કેમેરા લગાવવામાં આવે તેવી વાત કરવામાં આવી રહી હતી. ત્યારે આયોજિત મિટિંગ યોજાય તે પહેલાં જ અંજારના બીગેસ્ટ આઈ.ટી. કેર એન્ડ સોલ્યુશન દ્વારા મંદિરોમાં પડતર ભાવે કેમેરા આપવા અને ફિટિંગ પણ કરી આપવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. આ નિર્ણયને સૌ કોઈએ વધાવી પણ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...