કાર્યવાહી:મોટી નાગલપરમાં 19 લોકોને છેતરનારી માતામાની પુત્રીને પોલીસે ઝડપી લીધી

અંજાર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટમાં રજુ કરવામાં આવતા 3 દિવસના રિમાન્ડ મંજુર કરાયા, અન્યોની શોધખોળ જારી

અંજાર તાલુકાના મોટી નાગલપર ગામે સ્કિમમાં રોકાણ કરવાના નામે એક પરિવારના 6 સભ્યો દ્વારા 19 લોકો પાસેથી રોકડા રૂપિયા 40.66 લાખ અને 14 તોલા સોનું લઈને રાતોરાત ગામ મુકીને રફ્ફુચક્કર થઈ ગયા હતા. જે બાદ આ પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે માતામાં તરીકે ઓળખાતી મુખ્ય આરોપી મહિલાની પુત્રીને દબોચી લીધી હતી. જેને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવતા તેના 3 દિવસના રિમાન્ડ પણ મંજુર કરવામાં આવ્યા હતા.

આ અંગે અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, મોટી નાગલપર ગામના ઉર્મિલાબેન ઉર્ફે માતામા ગોવિંદગિરિ ગોસ્વામી, તેના પુત્રો દશરથગિરિ, દર્શનગિરિ, પતિ ગોવિંદગિરિ, પુત્રી રમીલા અને રિન્કુ સામે અંજાર પોલીસ મથકે છેતરપીંડી કરવા અંગેનો ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો.

જે અંગે પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે ટેકનિકલ સર્વેલન્સના આધારે વિગત મળી હતી કે, આ કેસમાં મુખ્ય ભેજાબાજ મહિલા ઉર્મિલાબેન ઉર્ફે માતામાંની ગોપાલનંદ સ્કુલ, આધોઈ ખાતે રહેતી દીકરી રિન્કુબેન ચેતનપુરી ગુંસાઈ મેઘપર-બો.માં હોવાની બાતમી આધારે દરોડો પાડી આરોપી મહિલાની અટક કરી લેવામાં આવી હતી.

જે બાદ તેને અંજાર કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે પોલીસની માંગ પર આરોપી મહિલાના 3 દિવસના રિમાન્ડ મંજુર કાર્ય હતા. હાલે પોલીસ ઝડપાયેલી મહિલા પાસેથી તેના પરિવાર ક્યાં છે તેની વિગતોની તપાસ કરી રહી છે. જેથી ટુક સમયમાં પરિવારના અન્ય સભ્યો પણ પોલીસ પકડમાં આવી જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...