તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરી સંક્રમણનો ભય:અંજારમાં કોરોના સંક્રમણ ઘટતા લોકોએ માસ્ક પહેરવાનું બંધ કર્યું

અંજાર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર કાર્યવાહી ન કરતી હોવાથી ફરી સંક્રમણનો ભય

ધીરે ધીરે સમગ્ર કચ્છની સાથે અંજારમાં પણ કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. તેવામાં લોકો ફરી બેદરકારી રાખી માસ્ક પહેરવાનું બંધ કરી દીધું છે. તો બીજી તરફ તંત્ર દ્વારા પણ ઢીલું મૂકી દેવામાં આવ્યું હોવાથી ફરી વખત સંક્રમણ ફેલાય તેવો ભય ઉભો થયો છે.

હાલમાં ચાલી રહેલી લગ્નની સીઝનના કારણે અંજારની બજારો ગ્રહકોથી ઉભરાઈ રહી છે. વેપારીઓના ધંધા પણ ખુલ્યા છે અને ગામડેથી લોકો શહેર સુધી ખરીદી કરવા પહોંચી રહ્યા છે. લાંબા સમય સુધી મંદીનો માર સહન કર્યા પછી બજારમાં ગ્રાહક રાજાના દર્શન થતા વેપારીઓ ખુશ પણ થયા છે. પરંતુ આ બધા વચ્ચે લોકો દ્વારા અચાનક માસ્ક પહેરવાનું બંધ કરી દેવામાં આવતા ખતરો વધ્યો છે. તેમાંય થોડા દિવસો પહેલા સુધી પોલીસ વિભાગ દ્વારા માસ્ક ન પહેરતા લોકોને દંડવામાં આવી રહ્યા હતા. પરંતુ થોડા દિવસોથી આ કામગીરી પણ બંધ કરી દેવામાં આવી હોવાથી લોકો માંથી કાયદોનો ભય પણ ઉડી ગયો છે અને બિન્દાસ્ત માસ્ક વગર ફરતા થઈ ગયા છે. પરિણામે અંજારમાં ફરી કોરોનાનો સંક્રમણ ફેલાય તેવી દહેશત ઉભી થઇ છે. જેથી તંત્ર દ્વારા માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ઝડવાય તે માટેની કડક કાર્યવાહી કરાય તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...