તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:અંજારમાં વેકસીન લેવા લોકો હેરાન-પરેશાન, સવારે 6 વાગ્યાથી જ લાઈનમાં ઊભા રહેવાની આવતી નોબત

અંજાર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાળવવામાં આવતા જથ્થા માંથી બારોબાર વેક્સિન સગેવગે કરાતી હોવાની રાવ

સરકાર દ્વારા 18થી 44 વર્ષના લોકો માટે રસીકરણનું અભિયાન ચલાવવામાં આવતા રસીની અછત સર્જાઈ છે અને મર્યાદિ જથ્થા વચ્ચે હાલે વવેકસીનેશન કરવામાં આવી રહ્યું છે. પરંતુ અંજારમાં છેલ્લા કેટલાક દિવસોથી વેકસીનેશન કામગીરી ચર્ચાના ચકડોળે ચડી છે. કારણ કે જે જથ્થો ફાળવવામાં આવી રહ્યો છે, તેના કરતાં પણ ઓછું વેકસીનેશન થતું હોવાથી બારોબાર રસી અન્યોને આપી દેવાતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે.

આ અંગે મળતી માહિતી મુજબ સેટિંગથી ચાલતી અંજારની જનરલ હોસ્પિટલમાં 45 વર્ષથી વધુની ઉંમરના લોકોનું વેકસીનેશન થઈ રહ્યું છે. જે માટે 50 લોકોને રસી અપાઈ શકે તે માટેની વ્યવસ્થા કરાઈ છે. જે માટે ટોકન આપવામાં આવતો હોવાથી લોકો સવારે 6 વાગ્યાથી લાઈનમાં ઉભા રહી જાય છે અને 9 વાગ્યે ટોકન આપવાના શરૂ થઈ જાય છે. પરંતુ 50 લોકોને રસી આપવાનું નક્કી હોવા છતાં છેલ્લા 2-3 દિવસોથી માત્ર 30 લોકોને જ ટોકન આપવામાં આવી રહ્યા છે અને બાકીના 20 ડોઝ બારોબાર સગેવગે કરી નાખવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠી રહી છે.

આ અંગે અંજારના વિરોધ પક્ષના કાઉન્સિલર રાજેન્દ્રસિંહે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, 2 દિવસ પહેલા આવો જ બનાવ બન્યો હતો. જેમાં લાઈનમાં ઉભેલા બહેનનો 39મો નંબર હોવા છતાં તેમને ટોકન આપવામાં આવ્યું ન હતું અને જે બાબતે આરોગ્ય વિભાગના અધિકારીઓ પૂછતા યોગ્ય જવાબ પણ મળી શક્યો ન હતો. જેથી અમુક ડોઝ બારોબાર સગેવગે કરવામાં આવી રહ્યો હોવાનું ફલિત થઈ રહ્યું છે. આ બાબતે ઉચ્ચ કક્ષાએથી યોગ્ય કાર્યવાહી થાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...