તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંજાર કોર્ટ દ્વારા ચેક પરતના કેસમાં બમણી રકમ સાથે એક વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને જો દંડની રકમ ન ભરે તો વધારાની 6 મહિનાની સજા ફટકારાઈ હતી. આ અંગે મળતી વિગતો મુજબ નવી દુધઈ ગામે રહેતા સાતુદા શશીકાંત રતીલાલને નવાગામના રહેવાસી માવજી વેલજી સથવારાએ રૂા. 10,00,000નો ચેક તા. 4/12/15ના આપ્યો હતો. જે ચેક ફરીયાદીએ બેંક ઓફ બરોડા, દુધઈ શાખામાં જમા કરાવતા અપૂરતા નાણાંના શેરા સાથે પરત આવતા ફરીયાદીએ ધી નેગોશીયેલ ઈસ્યુમેન્ટ એકટની કલમ 138 મુજબ ફરીયાદ કરતા અને તે ફરીયાદ અધિક ચીફ જયુ. મેજિસ્ટ્રેટ, અંજારની અદાલતમાં ચાલતા કેશ સાબીત થઇ જતા કોર્ટ દ્વારા આરોપી માવજી વેલજી સથવારાએ ચેકની રકમના બમણા રૂ. 20,00,000 ફરીયાદીને ચુકવવા હુકમ કર્યો હતો અને એક વર્ષની સજા ફરમાવવામાં આવી હતી અને જો દંઢની રકમ ન ભરે તો 6 માસની વધારાની સજાનો હુકમ ફરમાવવામા આવ્યો હતો. ફરીયાદ પક્ષે એડવોકેટ દિનેશ જે. રાવલ, બી.આર , પ્રજાપતિ તથા વિનોદ જે. રાવલ હાજર રહીને દલીલો કરી હતી.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.