લોકો ઉમટ્યા:દિવાળીના દિવસે અંજારની બજારમાં લોકો ઉમટ્યા

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાહેરનામું અને પોલીસની મહેનતના કારણે વેપારીઓને થયો ફાયદો: વીજ વિભાગ દ્વારા પણ વીજ વિક્ષેપ ન થાય તે માટે રખાઇ તકેદારી

અંજારની મુખ્ય બજારમાં દર વર્ષે ટ્રાફિક સમસ્યા રહેતી હોવાના કારણે મોટા ભાગના લોકો બજારમાં આવવાનું ટાળતા હોય છે. પરંતુ આ વર્ષે કાર અને રીક્ષાને બજારમાં નો એન્ટ્રી કરી દેવામાં આવતા લોકો અને વેપારીઓએ રાહતનો શ્વાસ લોધો હતો. તો બીજી તરફ પોલીસે પણ ખડેપગે રહી ટ્રાફિક નિયમન કરતા તેનો સીધો ફાયદો વેપારીઓને થયો છે.

અંજારમાં છેલ્લા 7 દિવસોમાં ગ્રાહકોની ભળી જોવા મળી છે. તેમાંય દિવાળીના દિવસે તો ચાલી શકાય તેટલી પણ જગ્યા મળવી મુશ્કેલ બની હતી. આ તમામ પરિસ્થિતિ વચ્ચે અંજાર પોલીસની પ્રશંસનીય કામગીરીના કારણે દિવાળીના દિવસને બાદ કરતા ગ્રાહકોની મોટી સંખ્યા ઉપસ્થિત હોવા છતાં બજાર જવું લોકો માટે આસન રહ્યું હતું. માત્ર જી.આર.ડી., ટી.આર.બી.ના જ નહિ અંજાર પોલીસ મથલનો પી.આઈ. સહિતનો કાફલો ટ્રાફિક નિયમન માટે સતત મહેનત કરી હોવાથી આ શક્ય બની શક્યું હતું.

તો બીજી તરફ વીજ વિભાગ દ્વારા પણ આ વર્ષે દિવાળીના દિવસોમાં વીજ વિક્ષેપ ન પડે તે માટે ખાસ તકેદારી રાખવામાંઆવી હોવાથી રાત્રે શણગારવામાં આવેલું ડેકોરેશન સતત ઝડકતું રહ્યું હતું. પ્રકાશના પર્વમાં સતત લાઈટો ઝબકતી રહી હોવાથી લોકોએ પણ આનંદ માણ્યો હતો.

પોલોસની હાજરીના કારણે પાકીટચોરની દિવાળી બગડી
દર વખતે તહેવાર સમયે અંજારની બજારમાં પાકીટ ચોર સક્રિય થઈ જતા હોવાથી નાની-મોટી ચોરીઓ થઈ રહી છે. પરંતુ આ વર્ષે મુખ્ય બજારમાં પોલીસની સતત હાજરી નોંધાઈ હોવાથી પાકીટ ચોરો પોતાનો મનસૂબો પૂરો કરી શક્યા નથી અને બજારમાં માત્ર એક બાઈક ચોરી થઈ હોવા ઉપરાંત એક પણ ચોરી થઈ હોવાના સમાચાર મળ્યા નથી. જેથી આ વર્ષે પાકીટ ચોરોની પોલીસના કારણે દિવાળી બગડી છે.

ગંગાનાકાની ટ્રાફિક સમસ્યા હળવી કરવા પોલીસ પણ થાકી
અંજારનો ગંગાનાકા વિસ્તાર ટ્રાફિક માટે ખૂબ જ પ્રચલિત છે. તહેવાર હોય કે ન હોય એ વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાફિક રહેતી હોય છે. તેવામાં દિવાળી જેવા તહેવાર સમયે આ વિસ્તારમાં ટ્રાફિક થવી તે સ્વાભાવિક છે. જે માટે ટ્રાફિક વોર્ડન સહિતની ટિમ ટ્રાફિક સમસ્યા હળવી કરવા સતત મહેનત કરી હતી. પરંતુ તેમની મહેનત સફળ થઈ હોય તેવું દેખાયું ન હતું અને વાહનોની લાંબી કતાર થતી જોવા ડી હતી.

અન્ય સમાચારો પણ છે...