તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદની પૂર્વ તૈયારી:અંજાર પાલિકા દ્વારા સવાસર નાકા તળાવની ઓગન સાફ કરાઇ

અંજાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ વખતે તળાવ શરૂઆતના વરસાદમાં જ ઓગની જશે, આવ પણ સાફ કરાશે

અંજારનો ઐતિહાસિક સવાસર તળાવ પાલિકાના પાપે અતિવૃષ્ટિ થઈ હોવા છતાં ઓગનતો ન હતો. આવ તેમજ ઓગનની સફાઈ ન થતી હોવાથી વરસાદી પાણી તળાવમાં ભરાતું ન હતું. પરિણામે વધુ વરસાદ થતો હોવા છતાં પાણીની આવક ઓછી થતી હતી. પરંતુ આ વર્ષે પાલિકા દ્વારા વરસાદ પૂર્વે જ ઓગનની સફાઈ કરી નાખી આવની સફાઈ કરવાની તૈયારીઓ કરી લીધી હોવાથી ઓછા વરસાદમાં પણ તળાવ ઓગની જાય તેવી વ્યવસ્થા કરાઈ છે.

આ અંગે અંજાર નગરપાલિકા દ્વારા વિગતો અપાઈ હતી કે, પાલિકા દ્વારા વરસાદની પૂર્વ તૈયારીના ભાગ રૂપે નાલા સફાઈ, તળાવની આવ ની સફાઈ, ઓગનની સફાઈ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ઐતિહાસિક સવાસર તળાવમાં આ વર્ષે ઓછા વરસાદમાં પણ પાણી આવે અને તળાવ ઓગની જાય તે માટે ઓગનની સફાઈ કરવામાં આવી છે. તેમજ હવે આવની પણ સફાઈ કરવામાં આવશે. જેના કારણે વરસાદી પાણી સીધું તળાવમાં જ આવે તેવી વ્યવસ્થા કરાઈ છે.

તળાવમાં વરસાદી પાણી કરતા ગટરના પાણીની વધુ આવક
સવાસર તળાવની તમામ આવ ચોકપ થઈ ગઈ હોવાથી પ્રભુકૃપા સોસાયટી તેમજ અન્ય સોસાયટીના ગટરના પાણીની આવક આ તળાવમાં થઈ રહી હતી. પરિણામે ગત વર્ષે મોટા પ્રમાણમાં માછલીઓના મૃત્યુ થયા હતા. પરંતુ આ વર્ષે ગટરના પાણીની આવક બંધ કરી વરસાદી પાણી જ તળાવમાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી હોવાથી પાણીની ગુણવત્તામાં પણ સુધારો થશે અને માછલીઓના મૃત્યુ નહીં થાય તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...