તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:અંજારમાં પૂર્વ પાર્ટનર દ્વારા હુમલાના બનાવમાં કોઈ કાર્યવાહી ન થતા આવેદન

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમાજના લોકોની રજુઆત, તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી

અંજારના બ્રહ્મ સમાજના અગ્રણી ઉપર તેના જ પૂર્વ પાર્ટનર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જે બાબતે ફરિયાદ નોંધાવી હોવા છતા કોઈ જ કાર્યવાહી ન થતા અંજાર તાલુકા સમસ્ત બ્રહ્મહ સમાજ તથા પુષ્કર્ણા બ્રહ્મસ્થાન, અંજાર દ્વારા અંજાર પ્રાંત અધિકારી તથા પોલીસ મથકે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ આવેદન પત્રમાં જણાવ્યા મુજબ અંજારમાં તા. 30/6ના અંજાર પુષ્કર્ણા બ્રાહમણ સમાજ તથા અંજાર તાલુકા બ્રહમ સમાજના યુવાન આગેવાન ઉપપ્રમુખ અનિરૂધ્ધ જયસિંહભાઈ હર્ષ ઉપર વિમલ ચંદ્રકાંત મહેતાએ મોડી રાત્રે હિંચકારો હુમલો કરી અને મોટી ઇજાઓ પહોંચાડી હતી આ બાબતે અંજાર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ પણ નોંધાવવામાં આવી છે, પરંતુ કોઈ ધરપકડ કરવામાં નથી આવ, આ શખ્સને કાયદાનો કોઈ ડર નથી અને બિંદાસ ફરે છે. આરોપી વિમલ તથા તેમના ભાગીદાર મૌલિક નવિનભાઈ ઠકકર બને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

આ બન્ને શખ્સો બેન્કોમાંથી પણ ખોટી લોનો લઈ ઠગાઈ કરી ઉચાપત કરે છે. જે અંગે બેન્ક મારફતે પણ ફરીયાદો કરવામાં આવી છે. સમાજના ઉપપ્રમુખ અનિરૂધ્ધ જયસિંહભાઈ હર્ષ તથા તેમના પરિવારને આ બન્ને શખ્સો અવાર નવાર ધાક ધમકીઓ કરી રહ્યા છે. જેથી અનિરૂધ્ધ હર્ષ તથા તેમના પરિવારને આ બન્ને શખ્સોથી જાનના જોખમ છે, તેમનો પરિવાર સુપ્રસિધ્ધ માધવરાયજી મંદિરના પુજારી પરિવારના છે અને તેઓ શાંત અને સરળ છે. હુમલા સંબંધે ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કોઈ જ કાર્યવાહી થઇ નથી અને આ બનાવને અંજાર તાલુકા સમસ્ત બ્રહમસમાજ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. જેથી તાત્કાલિક કાર્યવાહી કરવા આવેદન આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...