તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:અંજારમાં જુગાર રમતા 9 શખ્સો 50 હજારની રોકડ સાથે ઝડપાયા

અંજાર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 આરોપી નાસી ગયા, 76 હજારનો મુદ્દામાલ જબ્બે

અંજારના હેમલાઈ ફળિયામાં જાહેરમાં ધાણી-પાસાનો જુગાર રમતા 9 શખ્સો રૂ. 50,300ની રોકડ સાથે ઝડપાઇ ગયા હતા. આ દરોડા દરમ્યાન 2 ઈસમો નાસી ગયા હતા.

આ અંગે અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, બાતમીના આધારે અંજાર પોલીસે હેમલાઈ ફળિયાની ગલીમાં દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં ધાણી-પાસાનો જુગાર રમી રહેલા હેમલાઈ ફળિયામાં રહેતા સુલેમાન ઓસમાણશા શેખ, ઇબ્રાહિમશા કાસમશા શેખ, જુસબ હાસમ સઠીયા, વિજય નગરમાં રહેતા કિશોર બાબુલાલ સોરઠીયા, અરવિંદ મગનભાઈ નકુમ, મતીયા નગરમાં રહેતો શેખર આતુભાઈ મહેશ્વરી, રામ કૃષ્ણ મહાવીર નગરમાં રહેતો પરેશ જયંતીલાલ શાહ, આદિપુરમાં રહેતો દિનેશ વિશનચંદ આસવાણી, ધાણેટી-રતનાલ રોડ પર રહેતો રણછોડ જખરાભાઈ કારાભાઈ છાંગા રૂ. 50,300 રોકડા અને 7 મોબાઈલ સહિત કુલ રૂ. 76,300ના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા. આ દરોડા દરમ્યાન આરોપીઓ ઇકબાલશા ઉર્ફે અપાલશા ઓસમાણશા શેખ તથા હુસેનશા નૂરશા શેખ નાસી ગયા હતા. જેથી અંજાર પોલીસે 11 આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધી તપાસ હાથ ધરી છે. શ્રાવણ મહિનાને હજુ એક મહિના જેટલો સમય બાકી છે, ત્યારે કચ્છમાં જુગાર રમવાનું શરૂ થઇ ગયુંં છે, જેના પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...