ભુજ:અંજારમાં મહિલાને મારવા પાડોશી હથિયારો લઈ પહોંચી આવ્યા

અંજાર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નજીવી બાબતે પાડોશીઓ મહિલા અને તેના પતિને મારવા હથિયારો લઈને પહોંચી આવતા ફરિયાદ કરવામાં આવી હતી. આ અંગે અંજાર પોલીસ મથકેથી જાગરિયા ફળિયામાં રહેતા જમીલાબેન દાઉદભાઈ સુમરાની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ પડોશમાં રહેતા અશરફભાઈ કાસમ કુરેશીએ પોતાના ઘરે એસી ફિટ કરાવતા સમયે પાઇપો ફરિયાદીના ઘર ઉપરથી લીધેલ હતા અને તેમના ઘરના બાંધકામ સમયે ટેકાના પાઇપોના છેડા નડતરરૂપ થાય તે રીતે બહાર રાખ્યા હતા અને બાંધકામ સમયે ફરિયાદીના ઘરના નળીયા પણ તોડી નાખ્યા હતા. જેથી ફરિયાદીએ નળીયા ક્યારે બદલી આપશો તેવું કહેતા આરોપી ઉશ્કેરાઈ ગયા હતા અને નળીયા નહિ બદલી દઉં તેવું કહી ગાળાગાળી કરવા લાગ્યા હતા તેમજ આરોપીનો ભાઈ આયુબ કાસમ, અસલમ કાસમ તેમજ રજાકની પત્ની હસીના ફરિયાદી અને તેમના પતિ દાઉદ સુમરાને મારવા કુહાડી, તલવાર, લોખંડની ટામી જેવા હથિયારો લઈ પહોંચી આવ્યા હતા. પરંતુ ફરિયાદીના પતિએ હાથજોડી કરતા આરોપીઓ ચાલ્યા ગયા હતા અને જતા જતા હસીનાબેને ફરિયાદીના છોકરાને છેડતીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ અંગે ફરિયાદ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...