તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યા:પાકીટ ચોરને પકડવા જતા યુવાનની છરીના ઘા મારી તસ્કરોએ હત્યા કરી

અંજાર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અંજાર-વરસામેડી રોડ પર થયેલી હત્યા અંગે થયો ખુલાસો
 • મહિલાના પાકિટ માટે 4 કિ.મી. પીછો કરનારા યુવાન પર હુમલો કરાયો

અંજારમાં ગઈ કાલે એટલે કે દિવાળીના દિવસે ક્ષત્રિય સમાજના યુવાનની હત્યા કરાતા અનેક ચર્ચાઓ ઉઠી હતી. જેમાં લૂંટના ઇરાદે હત્યા કરાઈ હોવાની શંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ બાદમાં તપાસમાં ખુલ્યું હતું કે ચોરો મહિલાની પાકીટની ચિલ ઝડપ કરી ભાગી રહ્યા હતા ત્યારે તેને પકડવાની કોશિશ કરી રહેલા યુવાનને ચોરીએ છરાના ઘા મારી તેની કરપીણ હત્યા કરી હતી.બનાવ અંગે અંજાર પોલીસ મથકેથી અંજાર તાલુકાના વરસામેડી ગામે રહેતા શૈલેન્દ્રસિંહ ધીરૂભાઇ જાડેજાની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ દિવાળીના દિવસે વેલહોમ કંપનીની સોસાયટી પાસે એક મહિલા ઉભી હતી તે દરમ્યાન બે અજાણ્યા ઈસમોએ એક્ટિવા પર આવી મહિલાની પાકિટની ચિલ ઝડપ કરી હતી.

જે દરમ્યાન લક્ષ્મી નગર, ગ્રીનલેન્ડ સોસાયટી પાછળ રહેતા પૃથ્વીરાજસિંહ ગિરવાનસિંહ રાણા વરસામેડીથી અંજાર તરફ જઈ રહ્યા હતા ત્યારે મહિલાના પાકીટની ચિલ ઝડપ અંગે તેઓએ ચોરોનો પીછો કર્યો હતો અને એક્ટિવાની ઓવરટેક કરી તેને ઉભા રખાવતા એક્ટિવા પાછળ બેઠેલા શખ્સે પૃથ્વીરાજસિંહની બાઇકને લાત મારતા તે પડી ગયા હતા અને બાદમાં બંને શખ્સોએ યુવાનને પેટ, ગળા તેમજ શરીર અન્ય ભાગોમાં છરીના ઘા મારી યુવાનની હત્યા કરી નાખી હતી. જે સંદર્ભે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે હત્યારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અનેક માણસો ઉભા હતા છતાં કોઈએ ચોરોને પકડવા હિંમત ન કરી
વેલહોમ સોસાયટી પાસે ઉભેલી મહિલાની પાકીટ ખેંચી ભાગી જતા ચોરોને સૌ કોઈ ઘેરો વળી જોઈ રહ્યા હતા પરંતુ આ ચોરોને પકડવા કોઈએ હિંમત કરી ન હતી જ્યારે ક્ષત્રિય ધર્મ નિભાવતા પૃથ્વીરાજસિંહે એકલા જ ચોરોને પડકાર્યો હતો. જે દરમ્યાન તેઓ વીરગતિ પામ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો