તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યાનો બનાવ:અંજાર-વરસામેડી રોડ પર લૂંટ સાથે હત્યાનો બનાવ

અંજાર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

દિવાળીના મહાપર્વના દિવસે જ અંજાર-વરસામેડી રોડ પર લૂંટ સાથે હત્યાનો બનાવ બનતા ચકચાર પ્રસરી છે. આ અંગે સૂત્રો માંથી મળતી માહિતી મુજબ અંજાર-વરસામેડી રોડ પર આવેલ વેલ્સપન સ્કૂલ પાસેના કાચા રસ્તા પર પૃથ્વીરાજસિંહ ઝાલા નામનો યુવાન પોતા સાથે નાણાં લઈને આવતો હતો ત્યારે કોઈ અજાણ્યા ઈસમોએ તેને રોકી છરીના ઘા મારી તેની સ્થળ પર જ હત્યા કરી નાખી હતી. તેમજ યુવાન સાથે રહેલા નાણાં પણ લઈ જઈ લૂંટ સાથે હત્યાના બનાવને અંજામ આપ્યો હતો. આ બનાવ સાંજના સમયે બન્યો હોવાથી આ બાબતે પોલીસ તપાસ ચાલી રહી હતી. જેથી આ લખાય છે ત્યાં સુધીમાં વધુ વિગતો મળી શકી ન હતી.

પોલીસની કામગીરી સામે ઉઠતા સવાલો
અંજાર તાલુકાના વરસામેડી તથા મેઘપરમાં લૂંટ, ચોરી, હત્યા જેવા ગંભીર બનાવો છેલ્લા લાંબા સમયથી આ વિસ્તારોમાં બની રહ્યા છે. ત્યારે પોલીસની નબળી કામગીરી અંગે પણ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો