મુખ્યમંત્રી કિસાન સહાય યોજના:અંજારમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો પ્રારંભ કરાયો

અંજારએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આત્મા પ્રોજેકટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો રાજયમંત્રી વાસણભાઇ આહિરે અંજાર ખાતે દિપ પ્રાગટય કરી પ્રારંભ કરાવ્યો હતો. જે અંતર્ગત અંજાર, ગાંધીધામ, ભચાઉ તથા રાપરના ખેડૂતોને વિવિધ યોજનાઓની સમજ અપાઈ હતી. એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી (આત્મા) કચ્છ અને જીલ્લા પંચાયત દ્વારા આયોજિત મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ સરકારે કુદરતી આપત્તિથી થયેલ પાક નુકશાન સામે ખેડૂતોને સરળતાથી લાભ આપતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલી કરી છે. તેવુ જણાવી રાજયમંત્રી દ્વારા ઉપસ્થિતોને આ વર્ષે અમલી બનેલ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના, કિસાન પરિવહન યોજના, ભૂગર્ભજળ યોજના, સ્માર્ટ હેન્ડટુલ કીટ યોજના અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી, ‘આત્મા’ પ્રોજેકટ ડાયરેકટર ડો.કે.ઓ.વાઘેલા, વિભાગીય સંશોધન કેન્દ્ર કોઠારા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સાડાઉ મુન્દ્રાના હેડ અને મુખ્ય વૈજ્ઞાનિક ડો.યુ.એન.ટાંક, નાયબ ખેતી નિયામક ભુજ ડો.ડી.એમ.મેણાત, પ્રાંત અધિકારી ડો. વી.કે.જોશી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મુન્દ્રાના જયદીપ ગોસ્વામી, અંજાર ટી.ડી.ઓ અભેચંદ દેસાઇ, તા.પં. પ્રમુખ ગોવિંદભાઇ ડાંગર વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...