આયોજન:અંજારની શાળાના 60થી વધુ છાત્રોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખ્યા

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2047માં સ્વપ્નનું ભારત કેવું હોવું જોઈએ તે વિષયે ઝુંબેશ આદરાઈ

અંજારની શાળાના 60થી વધુ બાળકોએ વર્ષ 2047માં તેમના સ્વપ્નનું ભારત કેવું હોવું જોઈએ તે વિષય પર પત્ર લખ્યો હતો.આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીમાં ભાગ રૂપ અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અંજાર નગર પ્રાથમિક શાળા નંબર 16ના ધોરણ 6થી 8ના બાળકો દ્વારા પોસ્ટ કાર્ડ ઝુંબેશ આદરવામાં આવયુ હતું.મારી દૃષ્ટિએ 2047નું ભારત અને સ્વાતંત્ર્ય સંગ્રામના અવિખ્યાત નાયકો વિષય પર પોતાના વિચારોને શબ્દ બદ્ધ કરી ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પોસ્ટકાર્ડ મોકલવામાં આવ્યા હતા.

આ આયોજનમાં અંજાર પોસ્ટ ઓફિસના સ્ટાફ માંથી દેવજીભાઈ વિંજોડાં અને નરેન્દ્રભાઈ મહેશ્વરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શાળાના નિવૃત્ત શિક્ષક વિષ્ણુભાઇ પટેલે વર્તમાન યુગમાં પોસ્ટ કાર્ડનું મહત્વ સમજાવ્યું હતું. જાસ્મીનબેન પોમલ, બીનલબેન પટેલ, કપીલભાઇ ચાવડાએ જહેમત ઉઠાવી હતી. શાળાના આચાર્ય મેહુલભાઈ દવેના માર્ગદર્શન હેઠળ આયોજન પૂર્ણ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...