તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:અંજાર-સતાપર રોડ પર આવેલા ભંગારના વાડામાં આગ ફાટી નીકળતા લાખોનું નુકસાન

અંજાર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • છોકરાઓ દ્વારા રોકેટ ફોડતા આગ લાગી, પ્લાસ્ટિકનો જથ્થો બળીને ખાખ થયો

અંજાર-સતાપર રોડ પર રેલવે ફાટક નજીક આવેલા એક ભંગારના વાડામાં નાના છોકરાઓ દ્વારા ફોડવામાં આવેલા રોકેટના કારણે આગ લાગી જવાનો બનાવ બન્યો હતો. જેમાં 20 લાખથી વધુનો પ્લાસ્ટિકનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.આ અંગે મળતી માહિતી મુજબ સતાપર ફાટક પાસે ઝૂંપડપટ્ટી પાછળ અને મધવવિલા એકદમ નજીક આવેલા ભંગારના વાડામાં ખૂબ મોટી સંખ્યામાં કિંમતી પ્લાસ્ટિકનો જથ્થો રાખવામાં આવ્યો હતો. જેમાં બપોરના 2-30 વાગ્યાના અરસામાં નાના છોકરાઓ દ્વારા ફોડવામાં આવેલો રોકેટ ખુલ્લામાં પડેલા પ્લાસ્ટિકના જથ્થા પર પડતા તેમાં આગ લાગી જવાનો બનાવ બન્યો હતો.

સ્થાનિકેથી જાણવા મળતી વિગતો મુજબ આ પ્લાસ્ટિકનો જથ્થો 20 લાખથી પણ વધુ કિંમતનો હતો. બપોરના અરસામાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે, સમગ્ર શહેરમાં દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળી રહ્યા હતા. આગ લાગવાના બનાવ સંદર્ભે તાત્કાલિક ધોરણે અંજારનું ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી ગયું હતું. પરંતુ આગ વિકરાળ હોતા વેલ્સપન તેમજ ગાંધીધામ સ્થિત ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરનું ફાયર ફાયટર પણ બોલાવી લેવામાં આવતા આગ પર કાબુ મેળવી શકાયો હતો.

પ્લાસ્ટિકના કારણે મહિલા અને બાળકને ધુમાડાના કારણે ગૂંગણામણ થઈ
પ્લાસ્ટિકના કારણે ખૂબ જ મોટી માત્રામાં ધુમાડો ઉત્પન્ન થયો હોવાથી પાસે જ આવેલ ઝૂંપડપટ્ટીમાં રહેતી મહિલા અને બાળકને ગૂંગણામણ થયું હતું. જેથી સ્થાનિકો દ્વારા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ ફાયર ફાયટર તાત્કાલિક પહોંચી આવતા આગ કાબુમાં આવી ગઈ હતી. નહિતર આસપાસની ઝૂંપડપટ્ટી અને મધવવિલા સોસાયટીમાં પણ આગ પ્રસરી શકે તેવી દહેશત એક તબક્કે ઉભી થઇ હતી.

આ વાડામાં અવારનવાર આગ લાગે છે
આ અંગે મધવવિલામાં રહેતા લોકોને જણાવ્યા મુજબ આ અગાઉ પણ 4-5 વખત આ ભંગારના વાડામાં આગ લાગી ચુકી છે. આગ લાગે છે કે લગાવવામાં આવે છે તે પણ તપાસનો વિષય છે. રહેણાંક પાસે આવા બનાવો ગંભીર પરિણામ લાવી શકે છે. જેથી તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કરાય તેવી માંગ પણ ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો