તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોસ્પિટલની ગંભીર બેદરકારી:સરકારી શાળા પાસે PPE કીટ સહિતનો મેડિકલ વેસ્ટ ફેંકાયો

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંજારમાં ખાનગી હોસ્પિટલની ગંભીર બેદરકારી

અંજારમાં ખાનગી હોસ્પિટલો દ્વારા કોરોના કાળમાં ખૂબ મોટી કમાણી કરી છે. તેમ છતાં લોકો સ્વસ્થ રહે તેની ચિંતા રાખ્યા વગર માત્ર અમુક રૂપિયા બચાવવા પોતાની હોસ્પિટલનો મેડિકલ વેસ્ટ જ્યાં ત્યાં ફેંકી ગંભીર બેદરકારી રાખતા હોવાનું સામે આવી ચૂક્યું છે, ત્યારે અંજારને કોરોનાની બીજી લહેરથી માંડ છુટકારો મળ્યો છે તેવામાં ફરી કોઈ હોસ્પિટલ દ્વારા સરકારી અંગ્રેજી માધ્યમની શાળા પાસે ખુલ્લામાં પી.પી.ઇ કીટ તેમજ અન્ય મેડિકલ વેસ્ટ ફેંકી દેવામાં આવતા ફરી અંજારમાં કોરોના ફેલાય તેવો ભય ઉત્પન્ન થયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ ગુરુવારની રાતથી શુક્રવારના સવારની વચ્ચમાં કોઈ હોસ્પિટલ દ્વારા શહેરની અટલ બિહારી વાજપેયી અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાની દીવાલ પાસે પી.પી.ઇ કીટ તેમજ અન્ય મેડિકલ વેસ્ટનો જથ્થો ખુલ્લામાં ફેંકી દેવામાં આવ્યો હતો. જેના કારણે ત્યાંથી પસાર થતા લોકોમાં ભય ઉત્પન્ન થયો હતો. પરંતુ આ મેડિકલ વેસ્ટનો નિકાલ થાય તેવા કોઈ જ પ્રયત્નો કરવામાં આવ્યા ન હતા. જેથી આખો દિવસ આ મેડિકલ વેસ્ટ શાળાની દીવાલ પાસે જ પડ્યો રહ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, દરેક હોસ્પિલ માંથી મેડિકલ વેસ્ટના નિકાલ માટે એક ચોક્કસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે અંતર્ગત એક એજન્સી દ્વારા દરરોજ પોતાનું વાહન મૂકી દરેક હોસ્પિટલ માંથી મેડિકલ વેસ્ટ લઈ લેવામાં આવે છે. પરંતુ મેડિકલ વેસ્ટ લેવા આવતી આ એજન્સીને દર મહિને રૂપિયા આપવા પડતા હોવાથી અમુક હોસ્પિટલના સંચાલકો દ્વારા મેડિકલ વેસ્ટને ખુલ્લામાં જ ફેંકી દઈ લોકોના જીવ સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...