તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલાકાત:અંજાર તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા મામલતદાર કચેરીની મુલાકાત લેવાઈ

અંજાર8 દિવસ પહેલા
 • કૉપી લિંક

અંજાર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટાયેલા સદસ્યો દ્વારા અંજાર મામલતદાર કચેરીના વિવિધ વિભાગોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને પ્રજાને પડતી તકલીફો જેવી કે રાશનકાર્ડ માટે થતાં ધક્કાઓ, વિધવા સહાયની અરજીઓ અને અધૂરાશો બાબતે પડતી તકલીફો બાબતે અધિકારીઓ સાથે વાત કરી તેમજ ઈ-ધરા કેન્દ્ર તેમજ પુરવઠા વિભાગ અને અન્ય વિભાગોની રૂબરૂ મુલાકાત લઇ પ્રજાને પડતી તકલીફોનું તાત્કાલિક નિવારણ લાવવા માટેની દરેક વિભાગોને મોખિક રજૂઆત કરી હતી.

આ બાબતે અંજાર મામલતદાર એ.બી. મંડોરીએ પ્રજા વિકાસ માટેના તમામ કાર્યો માટે પુરતો સહયોગ આપવા તેમજ આગામી દિવસોમાં અંજાર તાલુકાના દરેક ગામ લોકોને વિવિધ યોજનાઓ અને કામો માટે અંજાર સુધી ધક્કો ન ખાવો પડે અને ગ્રામ્ય કક્ષાએ જ આવા કામો અને અરજીઓનું નિરાકરણ કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવાની ખાતરી આપી હતી. સાથોસાથ દરેક વિભાગના કર્મચારીઓને પણ પ્રજા ઉપયોગી કાર્યો કરવા માટે બનતી મદદ કરવા સૂચના આપી હતી.

આ મુલાકાત દરમિયાન તાલુકા પંચાયતના કોંગ્રેસ પાર્ટી ના ચુંટાયેલ સભ્યો યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, વિષ્ણુભાઈ રામજીભાઈ બાંભણીયા, જગદીશભાઈ હરજીભાઈ સથવારા, કુંવરબેન જખાભાઈ હુંબલ માલીબેન બાબુભાઈ મરંડ ઉપરાંત જિલ્લા કોંગ્રેસના મંત્રીઓ દિલીપસિંહ રાણા, ગજરાજસિંહ રાણા તેમજ તુણા ગામના કોંગ્રેસ આગેવાન પ્રતાપભાઈ આર બાંભણીયા વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો