તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નારાજગી:અંજારમાં મહિલા મોરચાના અધ્યક્ષને ભાજપમાંથી ટિકિટ ન મળતા કોંગ્રેસમાંથી દાવેદારી નોંધાવી

અંજાર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ટિકિટ આપવાનું વચન આપ્યા પછી પત્તુ કપાતા 25 વર્ષ જુના કાર્યકર નારાજ થયા

અંજાર નગરપાલિકા ચૂંટણી અનુસંધાને અનેક લોકોને ટીકીટ આપવાનો વચન અપાયા બાદ આખરી ઘડીએ અન્યોને ટીકીટ અપાતા નારાજગી ફેલાઈ હતી અને 25 વર્ષ જુના અને છેલ્લા 10 વર્ષથી ભાજપના મહિલા મોરચાના અધ્યક્ષે પકધ સાથે છેડો ફાડી કોંગ્રેસનો ખેસ પહેરી દાવેદારી નોંધાવી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ અંજાર ભાજપમાં છેલ્લા 25 વર્ષથી પક્ષમાં સેવા આપતા અને છેલ્લા 10 વર્ષથી મહિલા મોરચાના અધ્યક્ષ રહેલા જ્યોતિબેન વાઘેલાને સેન્સના સમયે ટીકીટ આપવાનો વચન આપવામાં આવ્યો હતો. પરંતુ અંતિમ ઘડીએ તેમને ટીકીટ ન આપતા પક્ષથી નારાજ થઈ કોંગ્રેસનો ખેસ ધારણ કરી વોર્ડ નં. 3માં દાવેદારી નોંધાવી હતી. જ્યોતિબેનના જણાવ્યા મુજબ દર ચૂંટણી વખતે ટીકીટ માંગવામાં આવતી હતી પરંતુ અમને દબાવી નાખવામાં આવતા હતા. હવે 54 વર્ષ થયાં છે અને આવતા વખતથી તો પક્ષના 60 વર્ષના નિયમ મુજબ ટીકીટ જ નહીં મળે જેના કારણે હું જ નહીં અન્ય મહિલાઓ પણ નારાજ છે અને ટુક સમયમાં તે પણ કોંગ્રેસ સાથે જોડાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો