તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:અંજારના ભીમાસરમાંથી LCBએ 168 બોટલ અંગ્રેજી શરાબ ઝડપ્યો

અંજાર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંજાર પોલીસે નાક બચાવવા 2 બોટલ શરાબ પકડી કાઉન્ટર કેસ કર્યો

અંજાર તાલુકાના ભીમાસર ગામમાં રહેણાંકના મકાન માંથી પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 168 બોટલ અંગ્રેજી શરાબના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે તેની પૂછપરછ દરમ્યાન અન્ય એક આરોપીનું નામ ખુલ્યું હતું. તો બીજી તરફ એલસીબીના દરોડા બાદ અંજાર પોલીસે નાક બચાવવા શહેર માંથી 2 બોટલ શરાબ તથા 2 નંગ બિયરના પકડી કાઉન્ટર કેસ કર્યો હતો. બનાવ અંગે અંજાર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ પૂર્વ કચ્છ એલસીબીને બાતમી મળી હતી કે સહારાગ્રામ, ભીમાસરમાં નિતેશ રામજી હૂંબલ પોતાના રહેણાંકના મકાનમાં શરાબનો જથ્થો રાખી વેચાણ કરે છે. જે બાતમીના આધારે દરોડો પાડવામાં આવતા બાતમી વાળા સ્થળેથી રૂ. 69,660ના કિંમતની અલગ અલગ બ્રાન્ડની 168 બોટલ અંગ્રેજી શરાબનો જથ્થો મળી આવ્યો હતો.

જેથી એલસીબી દ્વારા આરોપીને પકડી લેવામાં આવ્યો હતો અને રૂ. 5000ના કિંમતનો એક મોબાઈલ પણ જપ્ત કરી કુલ રૂ. 74,660નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ઉપરાંત આરોપીની પૂછપરછ દરમ્યાન ભચાઉ તાલુકાના ગોકુળગામમાં રહેતા હરિભાઈ ભારાભાઈ આહીર પાસેથી આ શરાબનો જથ્થો મળ્યો હોવાનું આરોપી નિતેશે જણાવ્યું હતું. તો બીજી તરફ અંજાર પોલીસે એલસીબીના દરોડા બાદ પોતાનું નાક બચાવવા વણકર વાસમાં જઈ આરોપી રામજી હીરા મહેશ્વરી પાસેથી 2 બોટલ શરાબ તથા 2 નંગ બિયરના મળી કુલ રૂ. 1100નો મુદ્દામાલ કબ્જે કરી કાઉન્ટર કેસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો