તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:મોડેથી અંજાર પાલિકાને રેપિડ ટેસ્ટ કેમ્પ યોજવાનું સુજ્યું

અંજાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • RT-PCRના ઠેકાણા નથી ને જેની ગણતરી જ નથી કરાતી તેવા ટેસ્ટ કરાશે

અંજારમાં જ્યારે કોરોનાનો ભયંકર સંક્રમણ ફેલાયો હતો ત્યારે કહેવાતા રાજકીય આગેવાનો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને તેના પ્રતાપે શહેરમાં RT-PCR ટેસ્ટ બંધ કરી સાચા આંકડાઓ ન દેખાડવાની યોજના ઘડી કાઢવામાં આવી હતી. જે બાદ અમુક કાઉન્સિલરોની આંખ ખુલતા જે ટેસ્ટની ક્યાંય ગણના કરવામાં નથી આવતી તેવા રેપીડ એન્ટીજન ટેસ્ટ માટેના કેમ્પની પાલિકા દ્વારા શરૂઆત કરવામાં આવશે.

આ અંગે મળતી માહિતી મુજબ અંજાર નગરપાલિકાના પ્રમુખના અધ્યક્ષ સ્થાને અને કહેવાતા કાઉન્સિલરોની હાજરીમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લેવાયેલા નિર્ણય મુજબ તા. 10/5ના સવારે 10-30 વાગ્યાથી આ નિઃશુલ્ક કેમ્પની શરૂઆત કરવામાં આવશે. પરંતુ આ કેમ્પ કેટલા દિવસ ચાલશે તે હજુ નક્કી કરાયું ન હોવાથી લોકો તો ઠીક પણ સત્તાપક્ષના કાઉન્સિલરો જ મૂંઝવણમાં મુકાયા છે. તો બીજી તરફ જે ટેસ્ટની કોઈ જરૂર જ નથી તેવા ટેસ્ટ કરાવી માત્ર દેખાડો કરવા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય તેવું હાલની પરિસ્થિતિએ દેખાઈ રહ્યું છે.

લોકસેવા જ કરવી હોય તો પહેલા RT-PCR ટેસ્ટ શરૂ કરાવો તેવી માંગ કરાઇ
નગરપાલિકા દ્વારા રેપીડ ટેસ્ટ કેમ્પનું આયોજન કરી સોશ્યલ મીડિયામાં તેની જાહેરાત કર્યા બાદ એવી વાતો પણ વહેતી થઈ હતી કે, જો ખરેખર કામ કરી લોકોની સેવા કરવી હોય તો પહેલા સરકારી હોસ્પિટલમાં RT-PCR ટેસ્ટ શરૂ કરવો અને તે ટેસ્ટમાં જે પોઝિટિવ આવે તેને જરૂરત મુજબની મદદ કરો તો જ કાઉન્સિલર તરીકેના સાચો ફરજ બજાવ્યો હોય તેવું કહેવાશે.

અન્ય સમાચારો પણ છે...