તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હરિયાળું બનાવવાની નેમ:અંજારમાં માત્ર મેસેજ કરોને સંસ્થા તમારા ઘર પાસે વૃક્ષ વાવી જશે

અંજાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 4 વર્ષોથી કરાતી નિઃશુલ્ક સેવા, અંજારને હરિયાળું બનાવવાની નેમ

હાલના કોરોનાના સમયમાં લોકોને ઓક્સિજનનું મહત્વ સમજાયું છે, ત્યારે જો કુદરતી રીતે પ્રાણવાયુની અછત ન હોય તો આવી કપરી સ્થિતિનો સામનો ન કરવો પડે. આ વાત મુજબ જ અંજારની સંસ્થા દ્વારા છેલ્લા 4 વર્ષોથી અંજારને હરિયાળું બનાવવાની નેમ સાથે નિઃશુલ્ક વૃક્ષોનું વાવેતર અને જતન કરવામાં આવી રહ્યું છે. વૃક્ષો વાવવાની ઈચ્છા ધરાવતા વ્યક્તિઓ માત્ર એક મેસેજ કરે ને સંસ્થા તેમના ઘર પાસે વૃક્ષનું વાવેતર કરી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ, ભારત વિકાસ પરિષદ, અંજાર દ્વારા છેલ્લા 4 વર્ષથી અંજારમાં વૃક્ષોનું વાવેતર અને જતન કરવામાં આવી રહ્યું છે. આ સંસ્થાએ ટાઉનહોલ, સ્ટેડીયમ, જી.આઈ.ડી.સી., ખેતરપાળ સોસાયટી, બિલેશ્વર નગર, વિજનગર, રામેશ્વર નગર, શિવ શકિત સોસાયટી, પ્રભુકૃપા, ચિત્રકુટ એમ અનેક જગ્યાએ વૃક્ષો વાવ્યા છે અને જતન પણ કર્યું છે. જે વ્યકિત પોતાના ઘર પાસે ફકત વૃક્ષને પાણી આપવાની ઈચ્છા વ્યકત કરી છે, તેમને સંસ્થા દ્વારા ખાડો ખોદવો, વૃક્ષ આપવું, ખાતર નાખવું, પીંજરો બધુ જ નિઃશુલ્ક આપ્યું છે. જેના કારણે આ સંસ્થા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષો 80 ટકાથી વધુ ઊગી નીકળ્યા છે અને અંજારને હરિયાળું બનાવી નાખવામાં આવ્યું છે.

આ અંગે સંસ્થાના પ્રતિનિધિઓએ વિગતો આપતા જણાવ્યું હતું કે, મનોજ અબોટી મો. 9825176376, રાવલભાઈ મો. 9427514869, મેઘજીભાઈ રબારી મો. 9824268642 તથા ડી.સી. ઠક્કર મો. 9427443666 પર વોટ્સએપ મેસેજ કરી વૃક્ષ વાવવા માંગતા વ્યક્તિનું નામ, મોબાઈલ નંબર, પૂરું સરનામું અને કેટલા વૃક્ષ ઉછેરવાની ઈચ્છા રાખો છો, તે જાણ કરવાથી અમારી સંસ્થાનાં કાર્યકરો તે જગ્યાએ સર્વે કરી અને વૃક્ષ વાવી આપશે. અમારો ધ્યેય અંજારનું નામ બદલાવીને “આપણું અંજાર ગ્રીન અંજાર” કરવાનો છે, ઉપરાંત જે વ્યક્તિની યાદમાં વૃક્ષ વાવવામાં આવનાર છે તેનું સ્ટીકર પણ લાગાવી દેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...