તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાળ:અંજાર લોહાણા મહાજન દ્વારા જલારામ જયંતિ, સ્નેહમિલન નહીં યોજાય

અંજાર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

અંજાર લોહાણા મહાજન દ્વારા જલારામ જયંતિ 2020 મહોત્સવ ભક્તિભાવે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ કોવિડ-19 સંદર્ભે આ આયોજનની સાથે નવા વર્ષે યોજાતા સ્નેહમિલનના કાર્યક્રમને પણ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સંદર્ભે અંજાર લોહાણા મહાજનના પ્રમુખ રાજેશભાઇ ઠક્કરની અધ્યક્ષતામાં મિટિંગ મળી હતી. જેમાં આગામી તા. 21/11ના જલારામ જયંતિની ઉજવણી અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાને લેતા આ ઉજવણી સાદગીથી અને જમણવાર ન રાખી અને મંદિરે માત્ર સૂકી પ્રસાદી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દર વર્ષની જેમ આ વર્ષે જ્ઞાતિનું સ્નેહમિલન ન યોજવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો