તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:અંજાર પાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારો ‘ગેમચેન્જર’ બનશે?

અંજાર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 4 ઉમેદવારો મક્કમ રહેતા રાજકીય પક્ષોની ઊંઘ હરામ
 • ક્રોસ વોટિંગ થવાની બીકે આ વખતે વોટબેંકમાં નુકશાન થવાની ભીતિ

અંજારમાં 16 તારીખ બાદ નગરપાલિકાની ચૂંટણી અનુલક્ષીને ચિત્ર સ્પષ્ટ થયું છે અને પાલિકાની 36 સીટ માટે 83 ઉમેદવારો માંથી 4 અપક્ષ ઉમેદવારો મક્કમ રહી જતા હવે રાજકીય પક્ષોની ઊંઘ હરામ થઈ છે અને ક્રોસ વોટિંગ થવાની બીકે આ વખતે વોટબેંકમાં નુકશાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. આ અંગે મળતી માહિતી મુજબ વોર્ડ નં. 8માં કોંગ્રેસ દ્વારા 3 ફોર્મ પરત ખેંચી લેવાતા ભાજપની 2 સીટો બિનહરીફ થઈ છે. જે અંગે પક્ષના આગેવાનો ખુશીની લાગણી ફેલાઇ છે. તો બીજી તરફ વોર્ડ નં. 2માં 1 7માં 1 અને 9માં 2 અપક્ષ ઉમેદવારોને ફોડવામાં રાજકીય પક્ષો નિષ્ફળ ગયા હતા.

આ અપક્ષ ઉમેદવારો મક્કમ રહી જતા જે તે વિસ્તારોમાં ક્રોસ વોટિંગ થવાનો ભય રહેલો છે. જેની સીધી અસર તમામ રાજકીય પક્ષોની વોટબેંક પર પડવાની શક્યતા ઉભી થઇ છે. જેના કારણે હવે રાજકીય પક્ષો દ્વારા સાવચેતી પૂર્વક પ્રચાર કરી અપક્ષ ઉમેદવાર તથા અન્ય પક્ષોના ઉમેદવારોને ઓછામાં ઓછા વોટ મળે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તો બીજો તરફ અપક્ષ ઉમેદવારો દ્વારા પણ જોર-શોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો હોવાથી આ વખતે અંજાર નગરપાલિકાની ચૂંટણી કાંટાની ટક્કર વાળી જોવા મળશે તેવુ રાજકીય વિશેષજ્ઞો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો